ફેસ્ટિવલ સીઝનને લઇ જવેલર ભારી ભરકમ છૂટ પર સોનાના દાગીના વેચી રહ્યા છે. ગ્રાહકો પણ સોચ્ય વિચાર્યા વગર ખરીદી રહ્યા છે. તેઓ એ વાતને સમજી નથી રહ્યા કે સોનાની કિંમત આસમાન પર હોવા છતાં આટલું સસ્તું સોનુ કેવી રીતે મળી રહ્યું છે. આ વાત અલગ છે કે કોઈ દુકાનદારો પાસે જૂનો સ્ટોક હોઈ શકે. પરંતુ એની આડમાં સોનાના દાગીનામાં અનોખી ભેળસેળની વાત સામે આવી છે.
તહેવારોમાં દાગીનાઓ પર વધારે ડિસ્કાઉન્ટ અને લકી ડ્રો ના જાળમાં ફસવાથી બચો. જાણવા મળ્યું છે કે ઘણાં જવેલરો સોનામાં ખાસ પ્રકાના પાવડર ભેળવી એમના દાગીનાઓ માર્કેટ રેટ થી ઘણા ઓછા ભાવે વેચી રહ્યા છે. આ પાવડર સોનામાં એવી રીતે મળી જાય છે કે સારામાં સારી તપાસમાં પણ ખબર પડતી નથી. ત્યાંજ ગ્રાહકો લાલચમાં પાવડરની કિંમત પણ સોનાના ભાવે આપી આવે છે.
વિદેશ થી મંગાવવામાં આવે છે આ પાવડર
સિમેન્ટ જેવો આ પાવડર વિદેશ થી મંગાવવામાં આવે છે. શરૂઆતમાં માત્ર ચેઈનમાં ભેળવવામાં આવતો હતો, પરંતુ હવે દાગીનાઓ એમાં ભેળવવામાં આવી રહ્યા છે. ચાંદની ચોકમાં કૂચ મહાજનીમાં ધ બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ યોગેશ સિંઘલ એ માન્યું કે એમને એવી ફરિયાદો મળી છે. દાગીના પુરી રીતે પીગળાવવા પર જ ખબર પડે છે.
આવી રીતે છેતરપિંડી થી બચો
હોલમાર્ક વાળા જ દાગીના ખરીદો.
સસ્તાની લાલચમાં ન ફસો.
સ્થાનિક જવેલર પાસે લઇ રહ્યા હોવ તો પાકું બિલ જરૂર લેવો.
યાદ રાખો, કોઈ પણ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી દાગીના નહી વેચશે.
જવેલરી હોલમાર્ક ન આવે તે તપાસ કેન્દ્ર પર તપાસ જરૂર કરવો.