રાજકોટના રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલ અન્ય ત્રણ પૂ.સાધ્વીજીઓનો કોરોના ટેસ્ટ કરાયો છે. જેનો રિપોર્ટ બુધવારે આવશે. રાજકોટમાં વધુ એક પૂજ્ય મહાસતીજી કોરોના સંક્રમિત થતા જૈન સમાજ ચિંતાતુર થયો છે.

પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીની ઉંમર 88 વર્ષ છે. અને તેઓ 55 વર્ષથી સંયમ પર્યાય પર છે. ગોંડલ સંપ્રદાયના પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજી રાજકોટના રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન હતા. હાલ તેઓ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના સંપર્કમાં આવેલા ત્રણ પૂજ્ય સાધ્વીજી મહાસતીજીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. તેમના રીપોર્ટ આવતીકાલે આવશે.
આ પહેલા ગોંડલ સંપ્રદાયના સંઘાણી સંઘના પૂજ્ય રાજુલબાઈ મહાસતીજીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે બીજા મહાસતીજી કોરોના સંક્રમિત થતા જૈન સમાજમાં ચિંતા વ્યાપી છે.
આ પણ વાંચો : સુરત શહેરમાં કોરોનાનો આંકડો 20 હજાર નજીક, જાણો શું છે વિવિધ ઝોનોની સ્થિતિ ?
