ઘણા રિસર્ચ(Research)માં પહેલા થી જ કહેવાય રહ્યું છે કે સામાન્ય રીતે કોરોના વાયરસ(Corona virus)થી બાળકો ગંભીર રીતે પીડિત નથી થતા. એક સ્ટડીમાં પુષ્ટિ થઇ છે કે ઘણા ઓછા બાળકો(Children) છે જે કોરોનાના ગંભીર સંક્રમણ થી પીડાયા છે.
સ્ટડીમાંએ પણ જાણવા મળ્યું છે કે જો કોઈ બાળકમાં કોરોનાના ગંભીર લક્ષણ આવે છે અને આઇસીયુમાં ઈલાજની જરૂરત પડે છે, છતાં એમની મોતની આશંકા ઘણી ઓછી છે. જો કે, રિસર્ચનું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત થનાર બાળકો પર લાંબા સમય સુધી શું અસર પડે છે. એને સમજવા માટે વધુ સ્ટડીની જરૂરત છે.
બાળકોમાં મૃત્યુદર 1%થી પણ ઓછો

thelancet.com પર પ્રકાશિત સ્ટડીમાં જણાવવામાં આવ્યું ચ્ચે કે રિસર્ચરે યુરોપના 20 દેશોના બાળકો અને કિશોરોના આંકડા ભેગા કર્યા। કોરોનાથી સંક્રમિત કુલ 582 બાળકો અને કિશોરોના આંકડાની સ્ટડી કરવામાં આવી. સ્ટડીમાં એ જાણવા મળ્યું છે કે બાળકોમાં કોરોનાના હલકા લક્ષણ જ રહે છે. બાળકોમાં મૃત્યુ દર 1%થી પણ ઓછો છે.
સટડીમાંએ જાણવા મળ્યું છે કે બાળકોના આઈસીયુમાં ભરતી થવાની આશંકા વધી જાય છે. જો એ છોકરો છે, નવજાત છે અથવા પહેલાથી કોઈ બીમારી છે. ત્યાં જ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાથી સંક્રમિત થનારા મહત્તમ બાળકોમાં કોઈ લક્ષણ નથી દેખાતા.
આ પણ વાંચો : કોરોના અલગ-અલગ ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો, સરકાર પાસે મહામારી સામે લડવા કોઈ પ્લાન નથી : રાહુલ ગાંધી
