કોરોના મહામારીના કારણે સરકારે લોકડાઉનમાં જે ક્ષેત્રોને સંપૂર્ણ બંધ કાર્ય હતા તેને અનલોકમાં ધીરે ધીરે ખોલવામાં આવી રહ્યા છે. જેથી, રાજ્ય સરકારની બસમાં મુસાફરીને પાસ સિવાય પડતી મુસ્કેલીઓને જોતા પાસ કાઢવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે નિયમિત મુસાફરી કરતા લોકોને પાસ ઈસ્યુ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આ કામ અત્યાર સુધી બંધ હતું. પરંતુ, અપડાઉન કરતા લોકોને પડતી મુશ્કેલીના કારણે સરકારે આ નિર્ણય લીધો છે.
મળેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારની એસ.ટી બસમાં નિયમિત મુસાફરી કરતા વિદ્યાર્થીઓ સહિત અન્ય મુસાફરોને પાસ કાઢી આપવાનું કાર્ય 23 તારીખ ગુરુવારથી શરૂ કરવામાં આવશે. આ અંગેની માહિતી એસ.ટી નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે. કોવિડ-19 મહામારી માટે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનને ધ્યાને રાખીને અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફર પાસ ઈશ્યૂ કરવા જણાવાયું છે.
આ પણ વાંચો : વડોદરામાં વધતા જતા કોરોના કેસને લઈને વ્યાપારીઓનો મહત્તવપૂર્ણ નિર્ણય, આટલા વાગે બંધ થઇ જશે દુકાનો
જેમાં, રાજકોટ જિલ્લામાં અને નજીકના ગામ, તાલુકા અને જિલ્લામાં અપડાઉન કરતા નોકરિયાત માટે ગુરુવારથી પાસ કાઢી અપાશે, પરંતુ લોકડાઉન દરમિયાન મુસાફરી કર્યા વગર ફેલ થયેલા પાસનું રિફંડ આપવા કે પાસની મુદ્દત વધારી આપવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
