CA ફાઉન્ડેશનના રજીસ્ટ્રેશનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓ માટે ઘણા ફાયદાકારક સાબિત થશે. હવે ધોરણ 10 પાસ કાર્ય પછી પણ વિદ્યાર્થીઓ ધોરણ 11-12 સાથે CA ફાઉન્ડેશનનો કોર્સ. ધોરણ 12 પાસ કર્યાની સાથે જ ફાઉન્ડેશનની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ 6 મહિનાનો સમય બચશે
10 પાસ કર્યા પછી આપી શકાશે પરીક્ષા
CA રવિ ચાચરિયાએ CA ફાઉન્ડેશન રજીસ્ટ્રેશન અંગે જાણકારી આપતા કહ્યું કે સીએ ફાઉન્ડેશન માટે અત્યારસુધી ધોરણ 12 પાસ કર્યા પછી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને નવેમ્બરમાં પરીક્ષા થાય છે. હવે વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કર્યા પછી CA ફાઉન્ડેશનનો અભ્યાસ શરુ કરી શકે છે ધોરણ 12 બોર્ડ પાસ થયા પછી સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવી પડશે જેથી તેમનો નવેમ્બર સુધીનો સમય બચશે.
ધોરણ 11 અને 12ના અભ્યાસ સાથે સીએ ફાઉન્ડેશનનો અભ્યાસ સુસંગત હોવાથી અભ્યાસમાં સહયોગ મળશે. ધોરણ 12 પછી સીએ કરવા વાળા વિદ્યાર્થીઓ માટે આજે સીએ ફાઉન્ડેશનનું રજીસ્ટ્રેશનમાં મોટા ફેરફારની ઘોષણા કરી છે જે વિદ્યાર્થીઓને ઘણી મદદગાર સાબિત થશે.
આ પણ વાંચો : ભારતની સાથે વિશ્વના 6 દેશો જોડાયા Five Eyes સંગઠનમાં
