છેલ્લા કેટલાંક સમયથી વોટ્સએપની પેરેંટ કંપની ફેસબુક આ મેસેજીંગ એપમાં જાહેરાત લાવવાની તૈયારી કરી રહી છે. બિઝનેસ મોડેલ અને પ્રાઇવસી પોલિસીના જુદાજુદા મંતવ્યોને કારણે વોટ્સએપના સ્થાપકે કંપનીમાંથી નિવૃત્તિ લીધી છે. પરંતુ મળેલ સમાચાર મુજબ હમણાં માટે વોટ્સએપ પર જાહેરાત કરવાનો પ્લાન હોલ્ડ કરવામાં આવ્યો છે.

એક અંગેજી અખબાર અનુસાર હાલના મહિનામાં જે જાહેરાત માટે વોટ્સએપની ટીમ કાર્ય કરી રહી હતી તેને અટકાવી નાખી છે. જો કે એવું સંભવ નથી કે વોટ્સએપમાં જાહેરાત જોવા મળશે નહિ, ભવિષ્યમાં કંપની આ બાબતમાં કાર્ય કરી શકે છે. પરંતુ હમણાં મળતા સમાચાર મુજબ કંપની જાહેરાતની પ્લાંનિંગ માટે કોઈ વિચાર નથી કરી રહી.

વોટ્સએપનું જે મોડેલ છે, તેનાથી કંપનીને કોઈ સીધી આવક મળતી નથી અને આજ કારણોસર કંપની તેની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. ઇન્સ્ટાગ્રામની જેમ સ્ટેટ્સ ફીચર દ્વારા વોટ્સએપમાં જાહેરાત આપવાની તૈયારી ચાલી રહી હતી. 2019માં, માર્કેટિંગ સમિટ દરમિયાન, કંપનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે વોટ્સએપમાં જાહેરાત આપવામાં આવશે.

એક અંગ્રેજી અખબારની માહિતી મુજબ વોટ્સએપની જાહેરાત ટીમે જાહેરાત માટે જે કોડ તૈયાર કર્યો હતો તેને વોટ્સએપમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. કંપની આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. તેથી કંપની શા માટે આવું કરી રહી છે તેનું કારણ સ્પષ્ટ નથી.

નોંધપાત્ર વાત એ છે કે ફેસબુકે સૌપ્રથમ ફેસબુક સાથે વોટ્સએપના ડેટા શેર કરવાની નીતિ લાવી હતી. પરંતુ કંપનીએ આ નિર્ણય બદલ્યો નથી અને હવે વોટ્સએપના યુઝર્સ ડેટા ફેસબુક સાથે શેર થાય છે.
