ભારતમાં કોરોનાના કારણે લાબું લોકડાઉન ચાલ્યું હતું. આ સમયે લોકોએ ફરજીયાત ઘરે રહેવાની ફરજ પડી હતી. લોકડાઉનના સમયે લોકોને સમય વ્યતીત કરવાનો માત્ર એક જ માર્ગ હતો જે છે સોશિયલ મીડિયા. ગૂગલ (Google) ટ્રેન્ડ એવું માધ્યમ છે જેના દ્વારા લોકોમાં ચર્ચામાં રહેલા વિષયની જાણકારી મળે છે. ગૂગલે હાલમાં જૂન મહિનામાં લોકોએ કોરોના વાયરસને લઈને લોકોએ સર્ચ કરેલી માહિતી જાહેર કરી છે.

લોકોએ Google માં આ પ્રકારની માહિતી કરી સર્ચ
- શું કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે?
- કોરોનાની વેક્સીન ભારતમાં ક્યારે આવશે ?
- શું કોરોના વાયરસ ક્યારેય ખતમ થશે?
પરંતુ મે મહિનાની તુલનામાં જૂનમાં ઘટાડો નોંધાયો હતો જેનું કારણ છે બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ જેના કારણે વેબસાઈટ પર સુશાંત સિંહ રાજપૂતને વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. મે મહિનાની તુલનામાં જૂનમાં કોરોના સંક્રમણને લઈને પુછવામાં આવતા સવાલોમાં 66%નો ઘટાડો જોવા મળ્યો. જૂન મહિનામાં સૌથી વધુ અભિનેતાને, બીજા ક્રમે સૂર્ય ગ્રહણ અને 1,050 ટકાના વધારા સાથે ફાધર્સ ડે આ સૂચીમાં ત્રીજા નંબર પર રહયું.
આ પણ વાંચો : શા માટે ગુજરાતની 1500થી વધુ MSME એ બિઝનેસ રિસફલ કર્યો, જાણો કારણ
ભારતમાં કોરોનાની વેક્સીનને લઈને ઘણા સવાલ લોકોના મનમાં છે. જૂન મહિનાની કોરોનાની ટોપ ટ્રેન્ડિંગમાં ‘કોરોના વાયરસ ન્યૂઝ’ 3,450 ટકા અને ‘કોરોના વાયરસ વેક્સીન 1,350 ટકા પર રહ્યું. તે ઉપરાંત, પતંજલીએ કોરોના માટે દવા લોન્ચ કર્યા બાદ ‘પતંજલિ કોરોના મેડિસિન’, ‘ગ્લોબલ વેક્સીન સમિટ’ અને ‘ડેક્સામેથાસોન’ જેવા સર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. વધી ગયા. ગોવામાં જૂન મહિનામાં કોરોનાને લઈને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા ત્યારબાદ દિલ્હી અને ચંદીગઢ કોરોના અંગે સર્ચના પ્રમાણમાં વધારો થયો.
