હાલમાં ચાઈનીઝ એપ્લિકેશનને લઈને ચીનને ઘણા ઝટકા મળી રહ્યા છે. જેમાં સૌપ્રથમ ભારતે 59 ચાઈનીઝ એપ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારબાદ આજે ડોનાલ્ડ ટ્રમ્પએ ટિક્ટોક અને વી-ચેટ પર અમેરિકામાં પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. હવે ગૂગલે પણ ચીનની તરફ પોતાનું ખાસ કદમ ભર્યું છે. જેમાં, ગૂગલે ચીનની 2500થી વધારે યૂટ્યૂબ ચેનલ્સને ડિલિટ કરી છે.

આ ચીનની યૂટ્યુબ ચેનલ્સની મદદથી લોકોમાં ભ્રામક જાણકારી ફેલાવવામાં આવતી હતી. જેના કારણે આ ચીનની યૂટ્યૂબ ચેનલ્સને હટાવવામાં આવી છે. આ અંગે ગૂગલે કહ્યું કે, આ તમામ યૂટ્યૂબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ચીન સાથે જોડાયેલા ઈન્ફ્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભારત બાદ અમેરિકા તરફથી ચીનને મોટો ઝટકો, ડોનાલ્ડ ટ્રમ્પએ ટિકટૉક સહીત આ એપ પર લગાવ્યો પ્રતિબંધ
ગૂગલે આ ઓપરેશનની જાણકારી ત્રિમાસિક બુલેટિનમાં આપી કહ્યું છે કે, યૂટ્યુબની આ ચેનલ્સ પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું. પરંતુ, તેમાં રાજનીતિ સાથે સંકળાયેલી વાતો પણ હતી. આ ચેનલના નામનો કોઈ ખુલાસો ગૂગલે કર્યો નથી.
