ગુગલની એપ્લિકેશન ગુગલ ફોટોઝના યુઝર્સ માટે એક ખરાબ સમાચાર છે. ગુગલ ફોટોમાં એક ખામી હોવાનું સામે આવ્યું છે. આ ખામીના કારણે ગુગલ ફોટોઝમાં સેવ કરેલ વીડિયો અજાણ્યા લોકોને શેર થઈ ગયા છે. ગૂગલે કેટલાક લોકોનો ક્લાઉડ ડેટા અન્ય લોકોને આપી દીધો છે.ગૂગલે આ માટે યૂઝર્સને એલર્ટ કરવાના પણ શરૂ કરી દીધું છે.
/cdn.vox-cdn.com/uploads/chorus_image/image/54913227/stock-google-photos-iphone-6-0158.0.0.jpg)
કંપનીના જણાવ્યા મુજબ સોફ્ટવેરમાં આવેલા એક બગને કારણે કેટલાક યુઝર્સના પ્રાઇવેટ વિડીયો ઈમેલ દ્વારા અન્ય પાસે પહોંચી રહ્યા છે. 2019માં નવેમ્બરની 21 થી 25 તારીખ વચ્ચે ગૂગલની ટેકઆઉટ સર્વિસમાં ખામી સર્જાઈ હતી. ગૂગલ ટેકઆઉટ સર્વિસનો ઉપયોગ યૂઝર્સ પોતાના ડેટા ડાઉનલોડ કરવા માટે કરે છે.

જેની અસર એવા યુઝર્સને થઇ છે જેને પોતાની આ એપમાં રહેલા ડેટાના એક્સપોર્ટ કરવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. ચાર દિવસ સુધી ગૂગલને પણ આ અંગે કોઈ જાણકારી ન હતી જેથી એક્સપોર્ટ ટૂલે અજાણ્યા યૂઝર્સના આર્કાઈવ્સમાં એ વિડિયો એડ કરી દીધા હતાં. ગૂગલના એક પ્રવક્તાના જણાવ્યા મુજબ, પ્રભાવિત યૂઝર્સને એલર્ટ કરવાનું શરૂ કરી એવામાં આવ્યું છે. અમે આ ખામીની સુધારી લેવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ખામી ન સર્જાય. આ બદલ અમે યૂઝર્સની માફી માંગીએ છીએ.
કેટલા લોકો પ્રભાવિત થયા છે એ અંગે ગૂગલે કોઈ માહિતી આપી નથી પરંતુ ગૂગલે જણાવ્યું છે કે, તેનાથી 0.01 ટકા કરતા પણ ઓછા યૂઝર્સને અસર થઇ છે વિશ્વભરમાં ગૂગલ ફોટોઝના 100 કરોડથી પણ વધુ યૂઝર્સ છે માટે આ ખામીને કારણે લાખો યૂઝર્સના ડેટાને નુકસાન પહોંચ્યું છે.
