સુરતના ઐતિહાસિક ગોપી તળાવમાં ‘ગોપી કલા ઉત્સવ’નો આજથી પ્રારંભ થઇ ગયો છે સતત 4 વર્ષથી 26 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર આમ 6 દિવસ માટે આ ઉત્સવનું સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવે છે. સુરતીઓનું ગોપી તળાવ પ્રત્યે આકર્ષણ વધે તે માટે ગોપી કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. ગોપી કલા ઉત્સવમાં શહેરની દિવ્યાંગ સહિત વિવિધ સંસ્થાના કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવશે તેની સાથે એક દિવસ અન્ય રાજ્યના કલાકારો પણ પરફોર્મ કરશે.

2015માં ડિસેમ્બરમાં આનંદીબેન પટેલ દ્વારા આ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અમદવાદ કાંકરિયા કાર્નિવલની જેમ ગોપી તળાવ પર ઉત્સવ ઉજવવાની હાંકલ કરી હતી ત્યાર થી સુરત મહાનગર પાલિકા દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે સાંજે 7થી રાત્રે 10 સુધી ગોપી તળાવમાં આવતા મુલાકાતીઓ માટે ખાસ મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ગોપી કલા ઉત્સવમાં સુરતના વિદ્યાર્થીઓમાં રહેલી કળાને બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં દિવ્યાંગ બાળકો અને વિવિધ શાળાના બાળકો સહિત અન્ય સંસ્થાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કલા ઉત્સવની મુલાકાતે આવતા મુલાકાતીઓ અહીં વધુ માં વધુ મજા માળી શકે માટે ગોપી તળાવની અંદર અલગ અલગ 10થી વધારે રાઈડ રાખવામાં આવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો