ભારતમાં પહેલા કોરોનાના કારણે લોકોને ઘરેથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. હવે, ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોના ફેમસ ફાઇલ વેબસાઇટ WeTransfer.com પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. સરકારે દેશ અને દેશના લોકોના હિતને ધ્યાનમાં રાખીને વેબસાઇટ પર પ્રતિબંધ મુક્યો છે. તે ઉપરાંત, એક અહેવાલ અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સએ દેશમાં આ ત્રણ URL પર પ્રતિબંધ લગાવવા માટે ઇન્ટરનેટ પ્રોવાઈડરને નોટિસ જાહેર કરી છે. અગાઉ કરેલી નોટિસમાં બે URL પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું હતું, અને હવે, ત્રીજી નોટિસમાં, WeTransferની વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો છે.

WeTransfer એ લોકોમાં ખુબજ પ્રચલિત વેબસાઈટ છે. આ વેબસાઇટનો ઉપયોગ વિશ્વભરના લોકો કરે છે. કારણ કે, આ વેબસાઈટ દ્વારા 2 જીબી સુધીની ફાઇલો મોકલી શકાય છે. લોકડાઉનમાં લોકોએ વર્ક ફોર્મ હોમ દરમિયાન આ વેબસાઈટના યુઝરમાં ઘણો વધારો થયો છે. આ વેબસાઈટ ઉપયોગ કરવામાં પણ સરળ છે. આ વેબસાઇટનો પેડ પ્લાન લઈને યુઝર હાઈ રીઝોલ્યુશન ધરાવતી ફાઈલ પણ મોકલી શકાય છે. અત્યાર સુધી આ વેબસાઈટ પર પ્રતિબંધ મુકવા પાછળનું કોઈ પાક્કું કારણ જાણવા મળ્યું નથી પરંતુ, સરકારના આદેશના કારણે મોટા ભાગના ઇન્ટરનેટ પ્રોવાઇડરો દ્વારા WeTransfer પર પ્રતિબંધ મુક્યો છે.
આ પણ વાંચો : ગૂગલે રજુ કર્યું ફીચર, જે સોશિયલ ડિસ્ટન્સનું કરાવશે પાલન

ભારતમાં આ અગાઉ પણ ઘણી વેબસાઈટ પર પ્રાઈબંધ મુકવામાં આવ્યો છે. જેમાં, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાજનક, માલવેર ધરાવતી અને અશ્લીલતાને પ્રોત્સાહન આપનાર વેબસાઈટનો સમાવેશ થાય છે.
