દેશમાં માર્ગ અકસ્માતોના બનાવ વધતા કેન્દ્ર સરકાર (Central Government) સુરક્ષા વધારવા સતત પ્રયત્નશીલ છે. જેને પગલે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પરિવહન મંત્રાલયે બાઇક સવાર માટે નવી ગાઇડલાઇન બહાર પડી છે.

- બાઇકના બંને તરફ ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હશે. તેનો ઉદ્દેશ્ય પાછળ બેઠેલા લોકોની સેફટી છે
- બાઇકની પાછળ બેસનારી વ્યક્તિ માટે બંને તરફ ફુટરેસ્ટ અનિવાર્ય
- બાઇકના પાછલા પૈડાની ડાબી બાજુ ઓછામાં ઓછો અડધો હિસ્સો સુરક્ષિત રીતે કવર થયેલો હોવો જોઈએ. જેથી પાછળ બેસનારી વ્યક્તિના કપડા પાછળના પૈડામાં ન ફસાય
- બાઇકમાં હળવા કન્ટેનર ભરાવવા અંગે પણ ગાઇડલાઇન જાહેર કરી છે. આ કન્ટેનરની લંબાઈ 550 મિમી, પહોળાઈ 510 મિમી અને ઊંચાઈ 500 મિમીથી વધુ ન હોવી જોઈએ
- જો કન્ટેનરને પાછળની સવારના સ્થાને લગાવવામાં આવ્યું છે તો માત્ર ડ્રાઇવરને જ મંજૂરી હશે. જેનો અર્થ એ કે બીજી કોઈ વ્યક્તિ તે બાઇક પર બેસી નહીં શકે
- મહત્તમ 3.5 ટન વજન સુધીના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની ભલામણ કરવામાં આવી, જે ટાયરમાં સ્થિતિ દર્શાવશે
- સરકારે ટાયર રિપેરિંગ કિટની પણ અનુશંકા કરી છે. જેના અમલ પછી વાહનમાં એકસ્ટ્રા ટાયરની જરૂર નહીં રહે

