રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારની વિચારસરણી છે કે જો આપણે ગરીબોને રોકડ આપીશું તો તેની અસર આપણી ક્રેડિટ રેટિંગ પર પડશે. રોકડના અભાવે પરપ્રાંતિયોમાં નિરાશાની લાગણી છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સંકટ અને લોકડાઉનને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ક્રેડિટ રેટિંગ ઘટવાનાં ડરથી સરકાર મજૂરોને નથી આપતી રોકડ.
મેક ઈન ઈન્ડિયાની અસર નથી
મંગળવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતને ભારે બેકારીનો સામનો કરવો પડી રહ્યો અને તે લાંબો સમય સુધી રહેશે. મેક ઈન ઈન્ડિયા જેવી સરકારી પહેલ કોઈ અસર બતાવી રહી નથી. એમએસએમઇ અને ગરીબ લોકોને રોકડની જરૂર છે, રાહુલે આરોપ લગાવ્યો હતો કે કોરોના સંકટને પહોંચી વળવા સરકાર પારદર્શિ નથી.
લોકડાઉન કરવાનો હેતુ સંપૂર્ણ રીતે નિષ્ફળ
મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિના પહેલા કહ્યું હતું કે અમે કોરોના વાયરસને 21 દિવસમાં હરાવીશું, પરંતુ હવે 60 દિવસ બાદ આપણા દેશમાં કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે અને લોકડાઉન દૂર કરવામાં આવી રહ્યું છે. રાહુલે કહ્યું કે લોકડાઉન કરવાનો હેતુ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. દેશને ખબર હોવી જોઇએ કે શું થઈ રહ્યું છે, સરકાર કેવા પગલાં લઈ રહી છે. સરકાર તે જણાવી રહી નથી. મેં ફેબ્રુઆરીમાં સરકારને ચેતવણી આપી હતી કે કોરોનાથી દેશને મોટો ખતરો છે. હું મારી ફેબ્રુઆરીની ચેતવણીને ફરી આપું છું કે આપણે હજી પણ જોખમી પરિસ્થિતિમાં છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું સરકારને વિનંતી કરું છું કે આર્થિક મોરચે હકારાત્મક કાર્યવાહી કરે, સરકારે જાહેર કરેલું પેકેજ કોઈને મદદરૂપ નથી. સરકારનો વિચાર છે કે જો આપણે ગરીબોને રોકડ આપીશું તો તેની અસર આપણી ક્રેડિટ રેટિંગ પર પડશે આથી રોકડ આપતી નથી.
આ પણ વાંચો : કોરોનાની લડાઈ વચ્ચે કેન્દ્ર અને રાજ્યોની ખેંચતાણ, ટ્રેન પછી હવે ઉડ્ડયન સેવા
