ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ તણાવને લઇ ભારત સરકાર દ્વારા ચીન માટે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. અને લોકો દ્વારા ભારતમાં લોકો દ્વારા ચીનના બહિષ્કારનું અભિયાન ચલાવવા આવી રહ્યું છે. સાથે કે સરકારે ચીનથી આયાત પર કેટલાક પ્રતિબંધ મૂક્યા છે. ત્યારે હવે દિવાળી પહેલા સરકારે LED લાઈટની આયાત પર કડક નજર રાખવાનું શરૂ કર્યું છે.
ભારત સરકારે LED લાઈટની આયાતને લઇ કેટલાક નવા નિયમો બનાવ્યા છે. એલઈડી લાઈટને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ એટલે કે BISના નિયમોનું પાલન કરવાનું રહેશે. સરકાર દ્વારા LED લાઈટની આયાત ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની પોલીસીમાં ફેરફાર
લાઈટની ક્વોલિટી ચેક કરવા માટે બીઆઈએસ રેન્ડમ સેમ્પલ લઈને લેબમાં તેનું ટેસ્ટિંગ કરાવશે
જો કોઈ સેમ્પલ ટેસ્ટ પાસ નહીં કરે તો તેનું સંપૂર્ણ શીપમેન્ટ બર્બાદ થઈ જશે.
આ કારણે ભરાયું પગલું
ભારત સરકારે ચીનથી આવનારા બિન જરૂરી સામાનને ચેક કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે દિવાળીમાં કેટલીક ચીજો જેવીકે એલઈડી લાઈટ,મૂર્તિઓ કે પછી સજાવટની ચીજો ચીનથી આયાત થઈ છે. આ આયાતમાં સરકારે જાણ્યું છે કે અનેકગણો અન્ય સામાન પણ ભારતમાં ગેરકાયદેસર રીતે આવી રહ્યો છે. આ કારણે સરકાર સતર્ક બની છે.
આ પણ વાંચો : સુરત કોરોના : શહેરના આ વિસ્તારના બગડતી કોરોનાની સ્થિતિ
