કોઈ પણ દેશ માટે ખેડૂતોનું કામ ખુબજ મહત્વનું હોય છે. જેના માટે મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કિમ (Pradhan mantri kisan samman Nidhi scheme) શરુ કરી હતી. આ યોજના અંતર્ગત લાખો ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. મોદી સરકારની આ યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા રહે તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. પરંતુ, તેમ છતાં ઘણા ખોટા લોકોના એકાઉન્ટમાં ગયેલા પૈસા પહોંચી ગયા હતા. ખોટા એકાઉન્ટમાં ગયેલા પૈસાને સરકાર દ્વારા પરત લેવામાં આવી રહ્યા છે. હવે, આ યોજનામાં વધુ પારદર્શિતા રાખવા માટે લાભાર્થીઓની યોગ્યતા જાણવા માટે 5 ટકા ખેડૂતોનું હાલ વેરિફિકેશન થશે. કૃષિ મંત્રાલયના કહ્યા અનુસાર, જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં આ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવશે. આ વેરિફિકેશનમાં ખેડૂત ન સાબિત થનારા લોકોના એકાઉન્ટ માંથી પૈસા પાછા લેવામાં આવશે.

આ વેરિફિકેશન માટે મંત્રાલય ઈચ્છે છે કે, રાજ્યોમાં આ સ્કીમના નોડલ અધિકારી નિયમિત રૂપથી વેરીફિકેશનની પ્રક્રિયાનીની દેખરેખ કરે. તે ઉપરાંત અન્ય કોઈ જરૂરિયાત સર્જાશે તો બહારની એજન્સીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વેરિફિકેશનમાં લાભ પ્રાપ્ત કરી ચૂકેલા લોકોની જ ચકાસની કરવામાં આવશે. સરકાર ડોક્યુમેંટમાં સમાનતા ન હોવાના કારણે 2019માં ડિસેમ્બર સુધી આઠ રાજ્યોના 1,19,743 લાભાર્થીઓના ખાતામાંથી પૈસા પરત લઈ ચુકી છે.

આ રીતે લાભાર્થીઓના પૈસા પરત લેશે સરકાર
અયોગ્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર થયેલા પૈસાને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પરત લઈ લેવામાં આવશે. બેન્ક દ્વારા આ પૈસાને અલગ એકાઉન્ટમાં રાખીને સરકારને પરત કરશે. આ પૈસાને રાજ્ય સરકાર https://bharatkosh.gov.in/ માં જમા કરાવશે. તે ઉપરાંત આગામી હફ્તા માટે અયોગ્ય લોકોના નામ હટાવી લેવામાં આવશે.
આ પણ વાંચો : કોરોનાના ઈલાજ માટે સૌથી અસરકારક દવાની ગુજરાતમાં સર્જાઈ અછત, આ કારણ ને માનવામાં આવી રહ્યું છે જવાબદાર

આ લોકો લાભથી રહેશે વંચિત
- ભૂતપૂર્વ અથવા વર્તમાનમાં બંધારણીય પદ ધારક, વર્તમાન- પૂર્વ મંત્રી, મેયર, જિલ્લા પંચાયત અધ્યક્ષ, ધારાસભ્ય, એમએલસી, લોકસભા અને રાજ્યસભા સાંસદને પૈસા નહીં મળે.
- કેન્દ્રય અથવા રાજ્ય સરકારમાં અધિકારી અને 10 હજારથી વધુ પેન્શન મેળવનાર ખેડૂતોને લાભ નહીં મળે.
- પ્રોફેશનલ, ડોક્ટર, એન્જીનયર, CA, વકીલ, આર્કિટેક્ટને લાભ નહીં મળે.
- ગત નાણાકીય વર્ષમાં ઈનકમ ટેક્સનની ચુકવણી કરનાર ખેડૂતો આ લાભથી વંચિત રહેશે.
