ભારતમાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જાય છે. કોરોના વાયરસની કોઈ સચોટ વેક્સીન ન હોવાથી લોકોનનું ધ્યાન હાલમાં ઉપયોગમાં લેવાતી અસરકારક દવા ટોસિલિઝુમેબ અને ઈટોલીઝુમાબ પર છે. રાજ્યમાં ઘણા સમયથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. થોડા સમય અગાઉ આ દવાના નકલી ઇન્જેક્શન બનાવીને ઊંચી કિંમતે વેચતા લોકોની પણ ધરપકડ કરીને તમામ માલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે ગાંધીનગર ખાતે CM વિજય રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરતને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના 450 અને ઈટોલીઝુમાબ ઇન્જેક્શનના 135 નંગની ફાળવણી કરવામાં આવી છે. સુરતમાં ફાળવવામાં આવેલા 450 ટોસિલિઝુમેબ ઇન્જેક્શન માંથી 100 સિવિલ હોસ્પિટલમાં, 50 સ્મીમેર હોસ્પિટલમાં, 200 ખાનગી હોસ્પિટલોમાં અને 100 જાહેર મેડિકલ સ્ટોરમાં આપવામાં આવ્યા છે. જયારે, સુરતની હોસ્પિટલોમાં ઈટોલીઝુમાબના માત્ર 135 જ ઇન્જેક્શનની ફાળવણી કરાઈ છે.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં સુરતના રાંદેર ઝોનમાં નોંધાયા સૌથી વધુ કેસ, આટલા લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે ગયા
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન સ્વિટ્ઝર્લેન્ડની કંપની બનાવતી હોવાથી તેને આયાત કરવા પડે છે. જયારે,ઈટોલીઝુમાબ ઇન્જેક્શન ભારતમાં બને છે. તો સવાલ એ છે કે, સરકાર ભારતમાં જ બનતા ઈટોલીઝુમાબ ઇન્જેક્શનની ઓછી માત્ર આપી રહી છે ?
