કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. દરેક કોરોનાને હરાવવા વેક્સીનની શોધ કરવા ઘનની મહેનત કરી છે. જેમાં ભારત દેશ પણ પાછળ નથી, ભારતમાં પણ 3 વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાંથી એક વેક્સીન તેને ત્રીજા ટ્રાયલમાં પહોંચી ગયી છે. હાલમાં, સરકાર કોરોનાના ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે કોરોનાની વેક્સીનના લગભગ 50 લાખ ડોઝ ખરીદવા પર વિચાર કરી રહી છે. જેમાં, વેક્સીનને મંજુરી મળ્યા બાદ પ્રાથમિક ધોરણે તેને ઉપલબ્ધ કરવામાં આવશે. કોરોનામહામારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કર્મચારીઓ અને સૌથી વધારે જોખમ સાથે લડી રહેલા લોકોને વેક્સીન ઉપલબ્ધ કરાવવાની રુપ રેખા બનાવી રહી છે.

આ માટે સરકાર ઈચ્છે છે કે, રસીનું વિતરણ ઝડપથી થાય જેથી એક મોટા સમુદાય સુધી પહોંચી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનીય વેક્સીન નિર્માતા કંપનીઓએ સરકારને એક નિશ્ચિત બજારનો અંદાજ આપવાનું કહ્યું છે. કારણ કે, રસી બન્યા બાદ ઝડપથી તેને ડોઝ તૈયાર થઈ જાય. મોટા વેક્સીન ઉત્પાદકો સાથે સોમવારે બેઠક દરમિયાન કોરોના રસીને લઈને વિશેષજ્ઞ સમૂહોએ કંપનીઓને પોતાનો પ્રસ્તાવ રાખવા કહ્યું છે. જેમાં ઉત્પાદન ક્ષમતાની જાણકારી હોય, કિંમત અને સલાહ આપવા કહ્યું કે, સરકાર કેવી રીતે મદદ કરી શકે.

આ બાબતને લઈને એક રસી ઉત્પાદક કંપનીએ કહ્યું કે, રસીના વિકાસ માટે મોટા રોકાણની જરુર છે. આપણે આપણી ક્ષમતા રસી વિકસાવવામાં અને ઉત્પાદન વધારવામાં લગાવવી પડશે. સરકાર તેમના બજાર નક્કી કરવામાં મદદ કરી શકે છે. હાલમાં ભારતમાં કુલ 3 વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યુ છે. જેમાંથી ભારત બાયોટેક ICMRની Covaxin અને ઝાયડલ કેડિલાની ZyCov-D હાલમાં 1/2 ટ્રાયલમાં છે. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ અસ્ત્રોજેનેકાની સાથે AZD1222 રસીના ટ્રાયલની ડિલ કરી ચૂકી છે. હાલમાં Oxford-AstraZeneca અને Moderna ફેઝ 3ના ટ્રાયલમાં છે.
આ પણ વાંચો : શા માટે ભારતીયોમાં વિકસી રહી છે ઝડપથી ઇમ્યુનીટી ?
આ સિવાય દુનિયામાં વધુ 9 રસી પ્રોગ્રામ પર સરકાર વિચાર કરી રહી છે. આ અંગે વિચારણા માટે સોમવારે જ્યારે નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓફ વેક્સીન એડમિનિટ્રેશનની મુલાકાત થઈ. જેમાં SII, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા ઉપરાંત અનેક કંપનીઓના પ્રમુખ હાજર હતા.
