સરકારે જમ્મુ -કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370 કલમ રદ કરી દીધી છે. પરંતુ, સરકારે કરેલા દાવા અનુસાર ત્યાં વિકાસ થયો નથી તેવી ઘણી ટીકાનો સામનો સરકારે કરવો પડ્યો છે. જેને લઈને હવે કેન્દ્ર સરકાર નવું જમ્મુ અને નવું શ્રીનગર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી હોવાની જાણકારી મળી હતી. આ ખાસ પ્રોજેક્ટ પર PM મોદી જાતે નજર રાખી રહ્યાહોવાનું કહેવાય છે. હાલમાં તમામ વિગતો ગુપ્ત રખાઇ છે.

આ વિશે એક સરકારી પ્રવક્તાએ જણાવ્યા અનુસાર, કેન્દ્રનું શહેરી વિકાસ ખાતું અને જમ્મુ કશ્મીરનું સ્થાનિક વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યાં હતાં. આ વિશે ગયા સપ્તાહે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા મનોજ સિંહાને જમ્મુ કશ્મીરના ઉપ-રાજ્યપાલપદે માટે નિયુક્ત કરીને મોકલવામાં આવ્યા હતા. જે આ પ્રોજેક્ટ પર દેખરેખ રાખશે. આ પ્રોજેક્ટની જાણકારી ઝડપથી જાહેર કરાય એવી શક્યતા છે.

પ્રવક્તાએ જણાવ્યા અનુસાર, કશ્મીર ખીણ વિસ્તારમાં ડાલ સરોવરની આસપાસના વિસ્તારને પ્રાચીન જગપ્રસિદ્ધ રોનક બક્ષવાની બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી હતી. આ વિસ્તારમાં વધુ વસ્તી હોવાના કારણે છેલ્લા થોડા સમયથી એની ઇમેજ ઝાંખી પડી ગઇ હતી. પ્રદૂષણ અને પ્રવાસ પર્યટનના કારણે આ વિસ્તારને ગંદો બનાવી દીધો હતો. હાલમાં, ડાલ સરોવરની આસપાસ અતિક્રમણ વધુ થતું હતું. જેને નવા પ્રોજેક્ટમાં અતિક્રમણ ખાલી કરીને ફરી ડાલ સરોવરને એની મૂળ ચમક પાછી આપવામાં આવશે. તે સિવાય પ્રવક્તાએ કહ્યું હતું કે, PM મોદી જમ્મુ અને શ્રીનગરની કાયાપલટ કરીને એને ફરી આકર્ષક બનાવવા પર કાર્ય કરી રહ્યા છે. આ માટે તમામ ખર્ચ કરવા કેન્દ્રની તૈયારી છે.
આ પણ વાંચો : SMC દ્વારા તૈયાર કરાયેલા કરોડોના પ્રોજેક્ટોનું CM રૂપાણી દ્વારા ડિજિટલી લોકાર્પણ
થોડા સમાય અગાઉ અમેરિકાના સાંસદોએ ચિંતા વ્યક્ત કરી હતી કે 370મી કલમ રદ કર્યાને એક વર્ષ થવા આવ્યું પરંતુ કશ્મીરમાં પરિસ્થિતિ નોર્મલ થઇ નથી. ત્યારબાદ કેન્દ્ર સરકારે નવા જમ્મુ અને નવા શ્રીનગર માટેના પ્રોજેક્ટની જવાબદારી કેન્દ્રીય નગર વિકાસ ખાતાને સોંપી હતી.
