કેન્દ્ર સરકાર દ્વારા અનેક ક્ષેત્રોમાં ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોટા મંત્રાલયોની ખાલી પડેલી વધારાની જમીનનું વેચાણ કરશે.જેમાં રેલવે, ટેલિકોમ્યુનિકેશન્સ અને સંરક્ષણ મંત્રાલયની જમીનનો સમાવેશ થાય છે. આ સંસાધનો દ્વારા સરકાર દેશભરમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરો ઉભા કરશે.
સૂત્રોનું કહેવું છે કે ઘણા મંત્રાલયોએ વધારાની જમીનની માહિતી એકત્રિત કરીને તેના પર કોમર્શીયલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની યોજનાને મંજૂરી પણ આપી દીધી છે.જેથી તેમાંથી સરકારને આવક થઇ શકે.
સરકારી સંપત્તિના રોકડા કરવા ભાર
સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, કેન્દ્રીય બજેટમાં સરકારી સંપત્તિઓના રોકડા કરવા પર વધુ ભાર મુકાયો હતો. જેના કારણે વર્તમાન સંસાધનોંનો સારો ઉપયોગ કરી શકાય. રેલવે અને સંરક્ષણ મંત્રાલયની જમીનના વેચાણ અંગેની યોજના તૈયાર કરવાના છે. રેલવે અને સંરક્ષણ મંત્રાલયોએ સમીકક્ષા કરી છે અને તે અંગે વિસ્તૃત ચર્ચા પણ થઇ છે. તેમજ સરકારી કંપનીઓમાં BSNL આવી યોજના સાથે આગળ વધી રહ્યું છે. જેથી નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ મળશે.રેલવે અને સંરક્ષણ મંત્રાલય દેશના સૌથી મોટા સરકારી જમીનોના માલિકો છે.
રેલવે મંત્રાલય

રેલવે મંત્રાલય પાસે હાલમાં 4.78 લાખ હેકટર (11.80 લાખ એકર) જમીન છે. જે સાથી સંસ્થાઓના કામમાં આવી રહી છે. તેમજ 51 હજાર હેકટર (1.25 લાખ એકર) જમીન એમ ને એમ જ પડી છે.
સંરક્ષણ મંત્રાલય

દેશમાં સૌથી વધુ જમીન સંરક્ષણ મંત્રાલય પાસે છે. સરક્ષણ મંત્રાલય પાસે 17.95 લાખ હેકટર જમીન છે. તેમાંથી 1.6 લાખ એકર જમીન 62 કેન્ટોનમેન્ટ ઝોનમાં છે. જ્યારે 16.35 લાખ એકર જમીન કેન્ટોનમેન્ટની બહાર છે.