સરકાર દ્વારા અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં હજારો ઉમેદવારો પરીક્ષા આપતા હોય છે.અને આ પરીક્ષાથી સરકાર લખો રૂપિયા કમાતી હોય છે. જેમાં થોડે થોડે દિવસે પરીક્ષાઓને લઇ અનેક સવાલો ઉભા થતા રહે છે અને પરીક્ષામાં પાસ થઇ ફી ભર્યા પછી પણ ઉમેદવારોની ભરતીમાં મહિનો સુધી વિલંબ લગાવતા હોય છે એવી જ રીતે LRDની ભરતીમાં વિલંબને લઇ ઉમેદવારો દ્વારા 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

જો કે આ આંદોલન પહેલા જ ગૃહ રાજ્ય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેને અટકાવી દીધુ છે. ગૃહ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લોકરક્ષક પરીક્ષાનું પરિણામ 1 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે, અને તેમને ભરતી માટેના કોલ લેટર પણ સમયસર પહોંચાડી દેવામાં આવશે. પરિક્ષાની ફાઇનલ યાદી પણ 1 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.તેમણે આક્ષેપો કર્યા કે કોંગ્રેસના આગેવાનો દ્વારા પરિક્ષાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અંદાજીત દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા વિલંબમાં છે. પરિણામના 6 મહિના બાદ પણ તંત્ર હજુ ઉંઘમાં છે. પ્રદીપ સિંહે આ મુદ્દે કહ્યું કે, SC/STના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 6 મહિના લાગ્યા છે. વેબસાઈટ પર નવેમ્બરના અંતમાં ભરતી પૂર્ણ કરવાની જાહેરાત તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.
છેલ્લા 3 વર્ષથી ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે ધક્કા ખાઈ રહ્યાં છે. 2969 જગ્યા ખાલી હોવાની સરકારે જ જાહેરાત કરી છે. જગ્યાઓ ખાલી હોવા છતા શા માટે સરકાર પાસ થયેલા ઉમેદવારોની ભરતી નથી કરી રહી. આ મામલે વેઈટિંગ લિસ્ટ પણ વધારીને 20 ટકા કરાયું હતું. આ પહેલા વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રીએ ભરતી અંગે જાહેરાત કરી હતી.
