GPSCની પશુચિકિત્સા અધિકારીની ભરતીમાં મનમાની કરવા મુદ્દે હાઇકોર્ટે આંખ લાલ કરી છે. જેને લઈને ગુજરાત હાઇકોર્ટે GPSCને 5 લાખનો દંડ ફટકાર્યો છે. પશુચિકિત્સા અધિકારીની પસંદગી છતા ભરતી ન થતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જાણો શું કહ્યું હાઈકોર્ટે?
હાઈકોર્ટે કહ્યું કે, GPSCનું વલણ આપખુદશાહી પ્રકારનું છે. ઉમેદવારોની પસંદગી છતાં ભરતી કેમ ન કરવામાં આવી? આ પ્રકારની બેદરકારીના કારણે બેરોજગાર ઉમેદવારો હેરાન થાય છે. તે ઉપરાંત, GPSCને રૂ, 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ 6 સપ્તાહમાં જમા કરાવવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો : રાજ્યસભામાં કૃષિ બિલ પસાર થવાની શક્યતા કેટલી?
સર્જાયા સવાલો
- કેમ GPSC આટલી ગંભીર બેદરકારી કરી રહ્યું છે?
- શા માટે ઉમેદવારે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે?
- પરીક્ષા લીધા બાદ કેમ નિમણૂંક થતી નથી?
- શું કોર્ટ હુકમ પછી જ કામગીરી થશે?
- કેમ ગુજરાતમાં ભરતીઓ વિવાદ મુક્ત નથી?
- સરકારી ખજાનામાંથી દંડ ભરવો શરમજનક નથી?
- હાઇકોર્ટે GPSCને આપખૂદ શાહી ગણાવે તે વાત શરમજનક નથી?
- કેટલા આશાસ્પદો ભરતી વિહોણા રહી ચુક્યા હશે?
