સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉમે આગામી તા. 8, 9, 10 અને 11 એપ્રિલ, 2022 ના રોજ સવારે 10:૦૦ થી સાંજે 6:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ-૨૦૨૨’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉદ્યોગ પ્રદર્શન અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફ્લેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની 13મી આવૃત્તિ તરીકે ઉદ્યોગ-2022નું મળ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વાપી, વલસાડ, સિલવાસા, ઉંમરગામ, મુંબઇ, પૂણે, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા, ભોપાલ અને કોઇમ્બતુરના કુલ ૧૭૫ થી વધુ સાહસિકોએ ભાગ લીધો છે. તેમજ ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની ધોષણા કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં નવીનતા અને સ્ટાર્ટઅપ ને પોષવા માટે મજબૂત ઈકોસીસ્ટમ બનાવવાનો છે. જે ટકાઉ અર્થતંત્રને આગળ ધપાવશે, જેને ધ્યાનમાં રાખીને ઉä દ્વારા ઉદ્યોગ- ૨૦૨૨” દ્વારા સ્ટાર્ટઅપ એન્ટ્રોપ્રેન્યોરને પ્રોત્સાહન આપવા માટે સ્પેશ્યલ સ્ટાર્ટઅપ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં લગભગ દસ થી બાર સ્ટાર્ટઅપ સાહસિકોએ ભાગ લીધો છે.
ચેમ્બર દ્વારા આ વર્ષે સીટેક્ષ’, ‘યાર્ન એક્ષ્પો’, દુબઇ ખાતે ‘ઇન્ડિયન ટેક્ષ્ટાઇલ એકસ્પો’ અને ‘સીટેક્ષ—સિઝન ૨’નું સફળ આયોજન કર્યું હતું, જેમાં કવોલિટી ફેબ્રિકસના ઉત્પાદન માટે પ્રદર્શિત કરવામાં આવેલી વિવિધ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ચારેય એકઝીબીશનમાં એકઝીબીટર્સને ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
‘ઉદ્યોગ–૨૦૨૨’ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. 8 એપ્રિલ, 2022 ના રોજ સવારે 10:30 કલાકે પ્લેટીનમ હોલ ખાતે યોજાશે. જેમાં મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી (રાજ્યકક્ષા)ના મંત્રી જગદીશ ઈશ્વર વિશ્વકર્મા (પંચાલ) પધારશે. આ સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે માનનીય સંસદ સભ્ય અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સ્થાન શોભાવશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (રાજ્યકક્ષા)ના મંત્રી મુકેશ પટેલ, ટેકસટાઇલ કમિશનર રૂ૫ રાશી (આઇએ એન્ડ એએસ), ગુજરાત રાજ્યના ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડો.રાહુલ બી. ગુપ્તા (આઈએએસ), યુએસએ (વેસ્ટર્ન ઇન્ડિયા)ના કોમર્સ કોમર્શિયલ ઓફિસર હોલ્ડ (લી) બ્રેયમેન, કોરિયા ટ્રેડ – ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, અમદાવાદના ડાયરેક્ટર જનરલ સેંગકી લી ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક અને એનપીસીઆઈએલના સાઇટ ડિરેક્ટર એમ. વેંકટચલમ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ કેમત શાહ અને દુબઇ ટેકસમાસના ચેરમેન મહેશ અડવાણી ઉપસ્થિત રહેશે.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ પ્રદર્શન માટે ચેમ્બરને ભારત સરકારના ડીસી એમએસએમઇ, મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇ, ગુજરાત સરકારનું ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ- એમએસએમઇ, ઇન્ડેક્ષ્ટબી અને સુરત મહાનગરપાલિકાનો સહકાર પ્રાપ્ત થયો છે. આ પ્રદર્શનમાં ચેમ્બરને પ્લેટીનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (જીયો), ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપ અને એસોસીએટ સ્પોન્સર તરીકે ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઇએલ)નો પણ સહકાર મળ્યો છે
‘ઉદ્યોગ ૨૦૨૨’ પ્રદર્શનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ 1,10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પદર્શન યોજાયું છે. જેમાં ટેટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ કન્ટી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન (જડા, ધોલેરા, જીઆઈડીસી, ટોરેન્ટ, જીઆઇડીબી, ઇન્ડેટબી, એનટીપીસી) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસિસ પ્રદર્શિત કરવામાં આવશે.
ચેમ્બરના ઉદ્યોગ પ્રદર્શનના આજનમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન, ફેડરેશન ઓફ સ્મોલ સેલ ઇન્ડસ્ટ્રીઝ, ફોગવા, ફોસ્ટા, સાસ્કમા, સાસ્મી, પાંડેસરા વિવર્સ કો-ઓપરેટીવ સોસાયટી લિ., વેડરોફ આર્ટસિલ્ક સ્મોલ સ્કેલ કો-ઓપરેટીવ ફેડરેશન લિ., સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશન, કીમ પિપોદરા વિવર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસિએશન, સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સુરત નૈરો ફેબ્રિકસ એસોસીએશન, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ધી ઉધના ગૃપ વિર્સ પ્રોડ્યુસર્સ કો ઓપ. સોસાયટી લિ, એસજીટીપીએ, સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, શટલલેસ વિવર્સ એસોસીએશન, સુરત ઓટો લૂમ્સ વિવર્સ એસોસીએશન, ઘી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિ., સર્ક્યુલર નીટર્સ એસોસીએશન, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન અને ધી સુરત યાર્ન બ્રોકર્સ એસોસીએશનનો સહકાર પ્રાપ્ત થયો છે.