આ સાથે જ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યનું કુલ પરિણામ 71.90 ટકા રહ્યું છે જેમાંથી 71.83 ટકા વિદ્યાર્થી, 72.01 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થયા છે.
ધો-12માં આ વખતે પરીક્ષામાં 1.47 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આગળના અભ્યાસ માટે ગુજકેટમાં કુલ 1,34,998 વિદ્યાર્થીઓ નોધાયા હતા જે પૈકી 1.31 લાખે પરીક્ષા આપી હતી.
ધોરણ-12 પછી વધુ અભ્યાસ માટેના કારકીર્દિ માર્ગદર્શન માટે અમારી સાથે જોડાવો
રાજ્યમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47% પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81% સૌથી ઓછું પરિણામ રહ્યું છે. સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 91.60 ટકા ત્યારે સૌથી ઓછું પરિણામ બોડેલી કેન્દ્રનું 27.19 ટકા રહ્યું છે.
- રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળા 35
- 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા 49
- 254 વિદ્યાર્થીઓને A – 1 ગ્રેડ
- 3690 વિદ્યાર્થીઓને A – 2 ગ્રેડ
- અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.90 ટકા
- ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા
- A ગ્રુપનું 78.92 ટકા
- B ગ્રુપનું 67.26 ટકા પરિણામ
- AB ગ્રુપનું 64.29 % પરિણામ
ખાસ વાત એ છેકે છેલ્લા 7 વર્ષમાં આ વર્ષે સૌથી ઓછું પરિણામ રહ્યું છે. જેના માટે કેમેસ્ટ્રીનું પેપર જવાબદાર રહ્યું છે. સૌથી ઓછું પરિણામ કેમેસ્ટ્રી વિષયમાં જ જોવા મળ્યું છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.