સમગ્ર દેશમાં કોરોના કહેર ફેલાય બાદ લોકોએ જાહેર સ્થળોએ જવાનું ઘટાડયું છે. આ સમયે લોકો ઓનલાઇન ખરીદી તેમેજ ઓનલાઇન લેણદેણ તરફનો ઝુકાવ વધ્યો છે. જેથી રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે. પોલીસ પણ આ અંગે ઘણી સતર્ક થઇ ગઈ છે. સાયબર ક્રાઇમના કેસમાં ઘટાડો કરવા પોલીસ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના એક્સપર્ટની સમયાંતરે મદદ લેતી હોય છે. સાયબર ક્રાઇમના એક્સપર્ટની જરૂરિયાત સમજીને GTUએ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ડેટા સાયન્સ નામનો કોર્સ શરૂ કર્યો છે.
હાલમાં, સાયબર ક્રાઈમના કેસોમાં 44 ટકાનો મોટો વધારો નોંધાયો છે. તેની સાથે સાયબર એક્સપર્ટની ડીમાંડ પણ વધી છે. જેઠીઆ કોર્સ શરુ કરાયો છે. આ કોર્સ એક વર્ષનો હશે. ગુજરાતમાં આ પ્રકારનો કોર્સ શરુ કરવાની GTU પ્રથમ યુનિવર્સિટી છે. આ કોર્ષની 1 સેમેસ્ટરની ફી 12,500 રૂપિયા નક્કી કરાઈ છે. આ કોર્ષ માટે હાલ 30 બેઠકો ફાળવવામાં આવશે. આ કોર્સમાં પ્રવેશ માટે 400થી વધુ અરજીઓ આવી ગઈ છે. વિધાર્થીઓને મેરિટના પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. વધતા સાયબર ગુનાઓ ને જોતા આ કોર્ષથી વિદ્યાર્થીઓને તરત નોકરી મળશે તેવો દાવો GTUના કુલપતિ નવીન શેઠે કર્યો હતો.
હાલ કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે અને જરૂરી પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવશે. GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે ઘણીવાર વિદ્યાર્થીઓ કે સામાન્ય લોકોને ડેટાની ઉપયોગીતા અંગે ખ્યાલ હોતો નથી.