થોડાં સમય પહેલાં રાજ્ય સરકારે ગુજરાત ગુમાસ્તા ધારા (ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2019)ની જાહેરાત કરી હતી જેની હવે અમલવારીનું જાહેરનામું ગેઝેટ દ્વારા બહાર પાડી દીધું છે.
ગુજરાતનાં મોટાં શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઇવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો કે પેટ્રોલપંપો પરની તમામ દુકાનો, હોટેલો, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહો, દવાખાનાં કે અન્ય વ્યવસાયિક સંસ્થાનો ચોવીસ કલાક ખુલ્લાં રાખી શકાશે.
એટલું જ નહીં હવે પોલીસ કે અન્ય કોઇ સત્તાતંત્ર આ દુકાનોને બંધ કરવા ફરજ પાડી શકશે નહીં. જો કે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો, હોટેલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો ચોવીસ કલાક નહીં રહે.
આ અંગે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યાં બાદ આ કાયદાના અમલીકરણ માટે અમે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી. આ મંજૂરી મંગળવારે જ મળી જતાં હવે મધરાતથી જ આ કાયદો અમલમાં આવી ગયો છે.
આ પણ વાંચો : “ચાલો કરીએ એક સહિયારો પ્રયાસ- ‘ઘર’ ને મકાન બનતું અટકાવવા માટે”
રાજ્યના મહાનગર પાલિકાના વિસ્તારમાં રહેલાં નેશનલ હાઇવે, રેલવે સ્ટેશનો, એસટી બસ સ્ટેશનો કે હોસ્પિટલમાં આવેલાં વ્યાવસાયિક સંસ્થાઓ ચોવીસ કલાક ખુલ્લા રાખી શકાશે.
તો બીજી તરફ નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઇવે પરના સંસ્થાનો રાત્રે 2થી 6ના સમયગાળા સિવાયના કલાકો દરમિયાન ગમે ત્યારે ખુલ્લા રહી શકે.
આ સિવાયના ગ્રામ્ય વિસ્તારો કે રોડ પરના સંસ્થાનો રાત્રે અગિયારથી વહેલી સવારે છ વાગ્યા સુધીના સમયગાળા સિવાયના કલાકોમાં
ખુલ્લાં રાખી શકાશે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.