અખાત્રીજના દિવસે સોનું ખરીદવું શુકન માનવામાં આવે છે. જેના માટે મોટા સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરતાં હોય છે. આજના દિવસે સોનાની માગ વધતા તેના ભાવમાં સીધો વધારો જોવા મળી રહ્યા છે.
આજે મોટા ભાગના શહેરોમાં ભાવ 32 અને 33 હજારની વચ્ચે પ્રતિ 10 ગ્રામનો રહ્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના વેપારમાં મજબૂતી જોવા મળી રહી છે. જેના કારણે ભાવમાં વધારો થવો સ્વભાવિક છે. આ તરફ ચાંદીની ચમક ઓછી થતી હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો : 16 વર્ષ પછી અખાત્રીજનો ખાસ સંયોગ, જાણો કેટલીક અજાણી વાતો અને ખાસ મુહૂર્ત
ચાંદીનો ભાવ 37 હજારની આસપાસ પ્રતિ કિલોનો રહ્યો છે. આજના દિવસે દેશમાં ધનતરેસ કરતાં પણ વધુ પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. જે જોતાં સોના વેપારીઓને પણ ભાવ વધવાની શક્યતા દર્શાવી હતી.
આજનો અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ સહિતાના ગુજરાતના મોટાં શહેરોમાં ભાવ રૂ. 32,600 પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. જ્યારે મુંબઇમાં પ્રતિ 10 ગ્રામના રૂ. 32,625 અને દિલ્હીમાં 32,640 છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.