ગુજરાત રાજ્યમાં હાલમાં કાચું સોનાની જેમ વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે રાજ્યભરમાં સિઝનનો 42 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 190 થી વધુ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં એકથી અઢાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે જળસંકટ હળવું બનવાના સંકેતથી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યભરમાં હળવોથી ભારે વરસાદ પડશે એવી આગાહી કરી છે. ગુજરાતના મધ્ય અને પૂર્વ ભાગમાં સૌથી વધારે વરસાદ વરસ્યો. જેના કારણે અનેક વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી માટે NDRF ની ટુકડીઓ રવાના કરાઈ હતી.
મધ્ય ગુજરાતમાં આર્મીને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી હતી. 31 જુલાઈના દિવસના મધ્ય ગુજરાતના ડભોઇ તાલુકામાં 152 મિ.મી, માંડવી તાલુકામાં 97 મિ.મી, કરજણ તાલુકામાં 137 મિ.મી, 13 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાના કડી પંથકમાં બુધવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં પવન સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. મંગળવાર સાંજે 6 વાગ્યા થી બુધવાર સાંજે 6 વાગ્યા સુધીમાં વરસાદના હળવા ઝાપટાં વચ્ચે જોટાણામાં 11 મિ.મી, બહુચરાજીમાં 10મિ.મી, મહેસાણા અને વિજાપુરમાં 3-3 મિ.મી, વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા દર્શાવી છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગરના ઉમરાળા પંથકમાં સવા બે ઇંચ તો તળાજા, પાલીતાણા, ધોધા અને ભાવનગરમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો. બુધવારના દિવસે રાજકોટમાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદી માહોલ વચ્ચે આખા દિવસ માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : વડોદરામાં વિશ્વમિત્રીનું રુદ્ર રૂપ, હજી આગામી 48 કલાક વધુ વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં અને ભરૂચમાં સવા 2 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે ડાંગના આહવામાં 66 મિ.મી, વઘઈમાં 113 મિ.મી. અને સાપુતારામાં 41 મિ.મી. વરસાદ વરસ્યો. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદને કારણે તાપી જિલ્લાના તમામ નદી-નાળાઓ રૂલ લેવલ સપાટીથી ઉપર વહી રહયા છે. વ્યારા નગરમાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે નગરના વિવિધ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.