હાલમાં કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચૂકતું નથી. પછીએ કોરોના મહામારી હોઈ કે પછી લદાખ મુદ્દો. ત્યારે હવે અનલોકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વર્ચ્યુલ લડાઈ ચાલુ થઇ છે. અને આ લડાઈ ટ્વીટર પર ચાલુ થઇ છે. હેશટેગ દ્વારા. આ હેશટેગ છે મને ખબર નથી, હું પણ શોધુ છું, જે સોશિયલ મીડિયા પર હાલ ખુબ ટ્રેન્ડ થઇ રહ્યાં છે.
આ કોરોના કાળમાં સોશિયલ મીડિયા નેતાઓની એકબીજા પર પ્રહાર કરવાની તલવાર બની ગઈ છે. બંને પાર્ટીઓ દ્વારા જુદા જુદા હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં યુદ્ધ શરૂ થઇ ગયું છે. બન્ને પક્ષના નેતાઓ અને સોશિયલ આર્મીની સામસામે લડાઇ ચાલી રહી છે
કોંગ્રેસના હેશટેગ
#મને_ખબર_નથી
#મારી_પાસે_માહિતી_નથી
#હું_ગુજરાતનો_બેરોજગાર
#હું_પણ_શોધું_છું
આ હેશટેગ અલગ અલગ મુદ્દે ટ્રેન્ડ થઇ રહ્યા છે. જેમાં સીએમ રૂપાણીને કોરોના આંકડામાં ગોટાળા અંગે તેઓએ કહ્યું હતું મને ખબર નથી. ત્યારે બેરોજગારી મામલે હું ગુજરાતનો બેરોજગાર। અને હાલમાં જ કોરોનાના ઈન્જેક્શનને લઇ બનેલી ઘટનામાં કિશોર કાનાણીનો જે ઓડિયો કલીપ વાયરલ થયો હતો જેને લઇ હું પણ શોધું છું. જેવા હેસટેગ દ્વારા કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહી છે.
ભાજપના હેસટેગ
ત્યારે ભાજપે વળતા જવાબમાં સોશિયલ મીડિયા આપ્યા જવાબ જેમાં #જનતા_જાણે_છે #મને_પાકી_ખબર_છે દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે.
આ પણ વાંચો : કોરોનાના પર કાબુ મેળવવામાં નિષ્ફળ, તો હવે આ રીતે કંટ્રોલ કરશે મોતના આંકડા
