હાલમાં સમગ્ર ગુજરાતમાં તમામ વાહન ચાલકો પોતાની ગાડીના પીયુષીથી લઈને વિમો કઢાવવાની કામગીરી કરી રહ્યા છે. રસ્તા પર પણ પોલીસ દ્વારા લોકોને કડક તેમજ સમજણ વલણ અપનાવી ટ્રાફિક નિયમોનું પાલન કરવવામાં આવી રહ્યું છે.
તેવી સ્થિતિમાં હાલ સોશિયલ મીડિયા પર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગાડીની માહિતી અંગેનો ફોટો વાયરલલ થઈ રહ્યો છે, જેમાં તેમની ગાડીનો જ વીમો પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી.

આ અંગે માહિતી એક સરકારી વેબસાઇટ પરથી મળી રહી છે. https://vahan.nic.in/nrservices/faces/user/login.xhtml પરથી લેવામાં આવી છે. જેમાં જઈ તમારે know your Vehicle details માં જઇ તમે કોઈ પણ ગાડીના અંગે માહિતી ચકાસી શકો છો. તેના માટે સીએમની ગાડીનો નંબર GJ18G9085 છે. જેની તપાસ કરતાં આ માહિતી સાચી હતી.

જો કે પ્રજામાં સવાલ ઊભા થયા છે કે શું બધા કાયદા-કાનુન લોકો માટે જ લાગુ કરાય છે. તેના બાદ મુખ્યમંત્રીની ગાડીની માહિતી અને નંબર ફરી ચકાસણી કરતાં આ માહિતી પૂર્ણ જોવા મળી છે. અને તેમની ગાડીનો વીમો લઈ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે.
