રાજ્યમાં કોરોનાનો કેર ધીમે ધીમે વધી રહ્યો છે. શુક્રવારે આંકડો 47 પર હતો તે આજે શનિવારે 53 પર પહોંચ્યો છે. જે જોતાં રાજ્ય આરોગ્ય વિભાગમાં લોકોલ ટ્રાન્સમિશન થવાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
આજે આરોગ્ય સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, હાલ રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ છે તે સ્થિતિમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. તેમજ હજી આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. જેમાં ચેપ વધુ ફેલાય તેવી શક્યતા છે. તેથી ઘરની બહાર નીકળવું નહીં.

આ તરફ અમદાવાદમાં 18 કેસ નોંધતા જિલ્લા વહીવટી તંત્ર વિવિધ કાળજીઓ રાખી રહ્યું છે અને લોકોને ઘરની બહાર ન જ નીકળવા માટે અપીલ કરી રહ્યું છે. ત્યારે આજે એક કેસ મેહસાણામાંથી સામે આવતાં રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે.
આ પણ વાંચો : મેડિકલ સ્ટાફના કાર્યને લઈને ગુજરાતના DGP એ લોકોને આપી ચેતવણી…
હાલ તમામ લોકોએ સાવચેતીના ભાગ રૂપે ઘરમાં જ રહેવું યોગ્ય છે અને તેનાથી સારી કોઇ કાળજી નથી. હાલનું અઠવાડિયનું ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે માટે તંત્ર દ્વારા તમને ઘરમાં રહેવાની જે અપીલ કરવામાં આવી રહી છે તેનું પાલન કરો…
