કોરોના વાયરસના સતત વધતા કેસોને લઇ તંત્ર સજ્જ થઇ ગયું છે ત્યારે સુરતમાં કોરોના વાયરસના 38 કેસો સામે આવી ચુક્યા છે. સુરતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 7 સુધી પહોંચી ગયો છે. ત્યારે 1 મોત થઇ છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યારે આ પરિસ્થિતિને જોઈ સુરતમાં આવતી કાલથી 250 બેડની કોવિડ-19 માટે હોસ્પિટલ શરુ.
જે માત્ર 72 કલાકમાં શરુ કરવામાં આવી છે.સિવિલના કેમ્પસમાં તૈયાર કરાયેલ 250 બેડની આ હૉસ્પિટલમાં માત્ર કોરોના દર્દીઓની જ સારવાર કરવામાં આવશે.
500 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોરોના સામે લડવાની ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. 500 બેડની બીજી હોસ્પિટલ તૈયાર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સુવિધાથી સ્ટાફની ટ્રેનિંગ પણ પુરી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : સરકારનો સાથ આપવા સુરતના બિલ્ડરે કરી મોટી મદદ….
