રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આંકડો 9 હજાર પાર પહોંચી ગયો છે. અને 500 પાર જતો રહ્યો છે. ત્યારે વડોદરા માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરમાં દર્દીને ફાયનલ ટેસ્ટ કર્યા વગર જ હોસ્પિટલમાંથી રજા અપાઈ રહી છે.
10 દિવસ બાદ જ તબિયતમાં સુધાર આવતા રજા આપી દેવામાં આવી
વડોદરામાં સીટી પોલીસનો લોકડાઉન દરમિયાન પોલીસતંત્રમાં પ્રથમ પોઝિટિવ કેસ કોન્સ્ટેબલ પ્રવિણ ગુલાબભાઈ પટેલને તારીખ 2 મેના રોજ રિપોર્ટ પોઝિટિવ આવતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ૧૦ દિવસની સારવાર પછી તબિયત સુધારા પર જણાતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
રજા આપવા પહેલા કોઈ ટેસ્ટ કરાયો નથી
કોન્સ્ટેબલએ જણાવ્યું હતું કે, મને સૌપ્રથમ ગોત્રી હોસ્પિટલમાં લઇ જય લાલબાગ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તા.૧૨મી સુધી હું રહ્યો, મને શરદી, ખાંસી કે તાવના કોઈ લક્ષણો નહી જણાતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.મને ૨૪મી સુધી હોમ કવોરેન્ટાઈન કરાયો છે. પરંતુ મને રજા આપતા પૂર્વે કોઈ ટેસ્ટ કરાયો નથી. આ રીતે અન્ય પેશન્ટને પણ ટેસ્ટ વિનાજ રજા આપવામાં આવ છે. રિઝર્વ પીઆઈએ કહ્યું હતું કે પ્રવિણભાઈના બ્લોકમાં ૧૧ ફેમિલી રહે છે અને તેમના ૬૯ સભ્યોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પૈસા માટે નહિ પરંતુ આ કારણે તૂટ્યા જૂનાગઢમાં એક દુકાનના તાળા
