ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોને લઇ એક મોટો નિર્ણય લીધો છે. ખાનગી હોસ્પિટલોમાં પણ હવે સરકારે નક્કી કરેલ ફી મુજબ દર્દીઓની સારવાર થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો માટે એક ગાઇડલાઇન બહાર પડી છે. અને ખાનગી હોસ્પિટલો હવે મનફાવે એવા ચર્ચ વસૂલી ન શકે જેને લઇ સરકારે એક પોલિસી બનાવી હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી હોસ્પિટલનો ચાર્જ સરકાર નક્કી કરશે

સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ ખાનગી હોસ્પિટલોનો ચાર્જ સરકાર નક્કી કરશે। ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ રાખવા રિઝર્વ રાખવા પડશે. મેડિકલ એસોસિએશન સાથે સરકાર દ્વારા ચર્ચા કરવામાં આવી છે.
50:50ના આધારે ભાવ નક્કી કર્યા

ખાનગી હોસ્પિટલો બેફામ લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે તે માટે સરકારે નવી રૂપરેખા સાથે ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પથારી સરકારી હશે જેનો ખર્ચ સરકાર ચુકવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે.
હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર જાગ્યું

એક દિવસ અગાઉ ગુજરાત હાઈકાર્ટે કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સ બેફામ ફી નહીં વસૂલી શકે તેવો નિર્ણય આપ્યો હતો. સાથે જ હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલો માટે વ્યાજબી ફી નિર્ધારિત કરે. હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલને ચેતવતા કહ્યું કે ખાનગી હોસ્પિટલ નફો કમાવવાની વૃત્તિ રાખશે તો લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
સરકાર દ્વારા નક્કી કરાયેલા નવા ભાવ
બેડ | સરકારી બેડ માટે ફી | ખાનગી બેડ માટે મહત્તમ ફી |
વોર્ડ | 4500 | 10,000 |
HDU | 6750 | 14000 |
આઈસોલેશન + ICU | 9000 | 19000 |
વેન્ટિલેશન + આઈસોલેશન + ICU | 11250 | 23000 |
આ પણ વાંચો : એક ચા ઔરૈયામાં મજૂરોના મોતનું કારણ બન્યું, કાળજું કંપાવતું અકસ્માત
