નવરાત્રીમાં માતાની આરધના થાય તે વાત તો માન્ય પણ ગુજરાત સરકારે નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમાં નોરતે આંગણવાડીમાં આવતી બાળકીઓની પૂજા કરવાનો આદેશ આપ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે શા માટે રાજ્ય સરકારે આવો આદેશ આપ્યો પણ રાજ્યમાં બાળકીઓમાં પોષણ વધારવા અને છાકરા-છોકરીમાં ભેદભાવને દૂર કરીને જન્મદર ઘટાડવા માટે ઝૂંબેશ હાથ ધરી છે. આ માટે સ્થાનિક નેતાઓને પણ જોડાવવા માટે અપીલ કરી છે.

રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. આ ઉપરાંત સેક્સ રેસીયોમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગે બાળકોમાં પોષણ વધારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગે અધ્યાદેશ જાહેર કરીને આંગણવાડીમાં નવદુર્ગા પૂજા નું આયોજન કરવા આદેશ આપ્યા છે. જેથી નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવામાં નોરતાના દિવસે આંગણવાડીમાં જતી બાળકીઓની પૂજા કરવામાં આવશે. જેને નવદુર્ગા પૂજા નામ આપવામાં આવ્યું છે.

આ દિવસે બાળકીઓને પોષણ યુક્ત આહાર, ગોળ, ખજૂર, સુખડી અને ગોળતલથી બનેલી મિઠાઈ વહેંચવામાં આવશે. ગુજરાતમાં છોકરા-છોકરીઓના જન્મદરનું અંતર ઘણુ વધી ગયું છે. બાળકો કુપોષણનો શિકાર થઈ રહ્યા છે. જે જોતાં સરકાર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.
Follow us on all social media platforms.
► Like us on Facebook: https://www.facebook.com/newsaayog
► Follow us on Twitter: https://twitter.com/newsaayog
►Follow us on Instagram : https://www.instagram.com/newsaayog
►Subscribe our Youtube Channel : https://bit.ly/2U4FzlJ
►Visit our Website : www.newsaayog.com