અનેક વર્ષોથી ભારતમાં ‘બેટી બચાઓ’ કહી રહ્યા છે. પરંતુ ભારતમાં હજુ પણ મહિલાઓનો સેક્સ રેશિયો ઓછો નોંધાય છે. વર્ષ 2011 ની વર્ષ ગણતરીના સરકારી આંક મુજબ રાજકોટમાં દર 1000 પુરૂષે 924 મહિલાનો સેક્સ રેશિયો નોંધાયો છે. દર વર્ષે 0-6 વર્ષના બાળકોની નોંધ પરથી નવો સેક્સ રેશિયો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ગામો અને નગરપાલિકાના વિસ્તાર તેમજ શહેરના 4 વોર્ડ સહિત 186 વિસ્તારમાં સેક્સ રેશિયો ખૂબ જ ઓછો નોંધાયો છે.
જે ગામોમાં વસ્તી ગણતરી દરમિયાન 950 અને 1000 જેવો ઉંચો જન્મદર હતો. ત્યાં હાલ 500 કરતા પણ ઓછા જન્મ નોંધાયા છે. સરકારી આંકડાઓ મુજબ રાજકોટના ગોંડલ તાલુકાના ગામે 0-6 વર્ષમાં દર હજારે માત્ર 167 બાળકીઓનો જન્મ નોંધાયો છે. બીજા ક્રમે લોધિકાનું જેતાકુબા ગામ છે. જેમાં 357નો જન્મદર છે. તેમજ 67 ગામોમાં 700 થી ઓછો જન્મદર છે. રાજકોટ શહેરના વોર્ડ નં. 10, 11, 13, 15, 23 આ કુલ 5 વોર્ડમાં જન્મદર ઓછો નોંધાતા તેમને રેડઝોનમાં મૂકવામાં આવ્યા છે.
રાજકોટ શહેર અને ગામોના એવા વિસ્તારો જ્યાં દીકરીઓનો જન્મદર ઓછો નોંધાયો છે.તેની ગંભીરતા લેવાઈ રહી છે. દીકરીઓના જન્મને વધાવવા માટે અનેક નવા પ્રોગ્રામ ઘડી રહ્યા છે. જેના અંતર્ગત દરેક વિસ્તારોમાં માર્ચ મહિના સુધી દરરોજ કોઈને કોઈ કાર્યક્રમો કરીને દીકરીના જન્મને વધારવા માટેના પ્રયાસો હાથે ધરાશે.
