ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસના આંકડા દિવસે-દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા ત્રણ હજાર ઉપર પહોંચી ગઈ છે અને 133 લોકોના મોત થયા છે. ગુજરાતમાં મોતનો દર 4.3% છે. જે બધા રાજ્યોની સરખામણીમાં વધારે છે. ત્યારે એવામાં એ જરૂરી છે કે આ પાછળનું કારણ શું છે.
રાજ્યનો હાઈ મૃત્યુદર પાછળનું શું છે કારણ ?

મીડિયા રિપોર્ટ મુજબ એક સ્ટર્લિંગ હોસ્પિટલના ઇંફેક્શિયસ ડિજિજ સ્પેશલિસ્ટ ડો. અતુલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યનો મૃત્યુદર વાયરસના L સ્ટ્રેનના કારણે હોઈ શકે છે. તેમણે આ વાતની શંકા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં થયેલ મીડિયા ઇન્ટરએક્શનમાં વ્યક્ત કરી. કોરોના વાયરસના 2 ખાસ સ્ટ્રેન્સ L અને S છે. L સ્ટ્રેન જે મૂળ રીતે વુહાનમાં ફેલાયો હતો. આ વધુ પેથોજેનિક હોય છે અને ખૂબ જ ગંભીર છે અને મોત પણ જલ્દી થાય છે. વુહાન બાદ, L સ્ટ્રેનનો સ્પાંટેનિયસ મ્યૂટેશન થયો જે S સ્ટ્રેનમાં બદલાયો. જે થોડો હળવો છે અને ઓછો પેથોજિનિક છે.
આવી રીતે આવ્યો ગુજરાતમાં L સ્ટ્રેન

ડોક્ટર અતુલના જણાવ્યા મુજબ, L સ્ટ્રેન ઇટલી અને ફ્રાંસમાં વધુ જોવા મળ્યો જેથી ત્યાં વધુ લોકોના મોત થયા. અમેરિકામાં ન્યુ યોર્કનો ડેટા બીજા રાજ્યથી એકદમ અલગ છે. જ્યાં દર્દી યુરોપથી આવ્યા હતા. તેમણે કહ્યું,‘ગુજરાતમાં પણ યુરોપ, અમેરિકા અને ન્યુ યોર્કથી લોકો આવ્યા છે જેથી અહીં વાયરસનો મિક્સ્ડ સ્ટ્રેન છે. અમારે રિસર્ચ કરવી પડશે કે અહીં કયો સ્ટ્રેન વધુ ફેલાયેલ છે. મને લાગે છે કે ગુજરાતમાં L સ્ટ્રેન વધુ છે. જેના કારણે ઝડપથી મોત થઈ રહી છે.’ અને રાજ્યમાં દર્દીઓમાં ડાયબિટીઝ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓના લક્ષણ હોવા પણ એક પ્રમુખ કારણ છે.
આ પણ વાંચો : જયંતિ રવિએ કહ્યું, ગુજરાતની સ્થિતિ અન્ય દેશની તુલનાએ સારી, જણાવી હાલની પરિસ્થિતિ
