રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Coronavirus) નવા 1101 કેસ નોંધાયા છે. જેની સામે 1135 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 23 દર્દીના મૃત્યુ થયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ કેસ 69,986 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,530 છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,448 દર્દીઓ સ્ટેબલ છે.
આ પણ વાંચો : કોરોના આ 4 ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન, સર્વાધિક ગ્રોથ આ સેક્ટરમાં નોંધાઈ રહ્યો છે
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, સુરતમાં 226, અમદાવાદમાં 158, વડોદરામાં 113, રાજકોટમાં 93, જામનગરમાં 54, ભાવનગર 47, અમરેલી 33, જૂનાગઢ 32, પંચમહાલ 31, મહેસાણામાં 30, ગાંધીનગરમાં 30, દાહોદમાં 27, ગીર સોમનાથમાં 26, કચ્છમાં 22, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 20, પાટણમાં 19, વલસાડમાં 17, ભરૂચમાં 11, નર્મદામાં 11, ખેડામાં 10, આણંદમાં 9, બોટાદમાં 9, મહીસાગરમાં 9, છોટા ઉદેપુરમાં 8, સાબરકાંઠામાં 8, નવસારીમાં 7, બનાસકાંઠામાં 5, પોરબંદરમાં 5, દેવભુમિ દ્વારકામાં 4, અરવલ્લીમાં 3, તાપીમાં 2 અને ડાંગમાં 1 નવા કેસ નોંધાયા છે.
