ગુજરાત રાજ્યમાં આ વર્ષે સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કિનારા પાસે છવાયેલી લો-પ્રેશર ડીપ ડિપ્રેશન નબળું પડતા ગુરૂવારે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જેથી અમદવાદમાં ગતરાતેથી મેઘમહેર જોવા મળી રહી છે અને આજે વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કુલ સીઝનનો 12.52 જેટલો જ વરસાદ પડ્યો છે. આજે સવારે 6 થી 8 કલાક દરમિયાન 0.45 વરસાદ નોંધાયો છે. અમદાવાદના 7 ઝોનમાં સૌથી વધુ નરોડા અને કોતરપુરમાં વરસાદ નોંધાયો છે. નરોડામાં 1.50 મી.મી. અને કોતરપુરમાં 1.00 મી.મી. વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

શહેરના નારોલ,નરોડા, સરખેજ, ચાંદખેડા , સાબરમતી, ઓઢવ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું. જેના કારણે ટ્રેન અને અનેક ફલાઇટસ રદ્દ કરવામાં આવી.
