રાજ્યમાં ધીમે ધીમે વરસાદ જોર પકડી રહ્યો છે. જેના કારણે લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકથી ધીમીધારે ખેતી લાયક વરસી રહેલા મેઘરાજાએ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં જમાવટ કરી છે.

વડોદરા શહેર-જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે એકધારો વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં મોડી રાતથી અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. 15 વૃક્ષો ધરાશાયી થયા છે.

સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધોથી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાદરા-22 મિ.મી., સાવલી-17 મિ.મી., ડેસર-29 મિ.મી., ડભોઇ- 47 મિ.મી., શિનોર-5 મિ.મી., કરજણ- 14 મિ.મી., અને વાઘોડિયા તાલુકામાં 22 મિ.મી. વરસાદ નોંધાયો છે.

જ્યારે શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.