વડોદરામાં ભારે વરસાદ પછી તંત્રની પોલ ખૂલી જતાં માનપા તંત્ર એલર્ટ થયું છે. આખા ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ ગઇકાલે થઇ હતી. જેમાં વડોદરામાં તો વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડીને 24 કલાકમાં 20 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ વરસાદના રુદ્ર સ્વરૂપે 6 લોકોનો ભોગ લીધો છે. વડોદરાની સાથે સાથે આખા રાજ્યમાં વરસાદે માઝા મુકી હતી. વિશ્વામિત્રી નદીનાં કિનારે આવેલા વિસ્તારોમાં 1500 લોકોથી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે.

હાલમાં જ હવામાન વિભાગ તરફથી પણ ભ વડોદરાવાસીઓ માટે 48 કલાક કપરાં, અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે જોતાં વડોદરા તંત્ર પણ દોડતું થયું છે. જેના માટે કલેકટર કચેરીમાં એક હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ તાત્કાલિક સેવાના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર આવતા શહેરનો કાલાધોડાનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ આજે 1 ઓગસ્ટના વડોદરાની શાળા-કોલેજ, કોર્ટ બંધ રહેશે. ટ્રેન અને હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.

વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ બુધવારે વધુ એક વખત 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની છે.
વડોદરામાં ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ કરાઈ છે. રેલવે ડિવિઝન દ્વારા આણંદ બરોડા ડેમુ, બરોડા-અમદાવાદ ઇન્ટરસિટી, ગાંધીનગર બરોડા ડેમુ, અમદાવાદ બરોડા ઇન્ટરસિટી, કેન્સલ કરવામા આવી છે. જ્યારે 6 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરામાં ધીમીધારે વરસતાં વરસાદે તંત્રની પોલ ખોલી, ઠેર-ઠેર પાણી ભરવાની સ્થિતિ

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.