રાજ્યમાં છેલ્લા થોડાં દિવસથી વિવિધ ભાગોમાં દલિતો પર થતાં અત્યાચારની ઘટના સામે આવી રહી છે. શું તેના કારણે રાજ્યમાં ફરી એક વખત સમાજમાં ભાગલા પાડવાની શરૂઆત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર બાદથી અચાનક જ રાજ્યમાં સૌ પ્રથમ 2015માં દલિત, ઠાકોર અને પાટીદાર સમાજના આંદોલનોએ ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. જે પછી 2016માં ઉનામાં દલિતોને માર મારવાની ઘટનાથી સમગ્ર દેશમાં તેના પ્રત્યાઘાત પડ્યા હતા.
હાલમાં રાજ્યમાં દલિતો પર અત્યાચારોની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે પણ ગુજરાતની વર્તમાન સરકાર તે મામલે નક્કર પગલાં ભરવામાં નિષ્ફળ જતી જોવા મળી રહી છે. આ વાત આંકડા દ્વારા જોવામાં આવે તો તેના અનુસાર, વર્ષ 2015માં 1,046, 2016માં 1,355, 2017માં 1,515 દલિત અત્યાચારની ઘટનાઓ નોંધાઈ છે.
આ પણ વાંચો : ગરમીના પ્રકોપ વચ્ચે ‘વરૂણ દેવ’ પણ કરશે વિલંબ, હજી આટલાં દિવસ જોવી પડશે વરસાદની રાહ
એટલું જ નહીં RTI દ્વારા મળેલી માહિતી તેનાથી પણ ચોંકવાનારી છે, જેમાં ગુજરાતમાં વર્ષ 2018માં દલિતો વિરુદ્ધ અત્ચાચારની કુલ 1,545 ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં 22 હત્યા, 104 દુષ્કર્મ તેમજ 81 ગંભીર ઈજાની ઘટનાઓ સામેલ છે. એટલું જ નહીં સૌથી વધુ કિસ્સા અમદાવાદમાં નોંધાયા હતા.
થોડાં દિવસો પહેલાં કડી તાલુકાના લ્હોર ગામમાં દલિત યુવાનનો વરઘોડાન કારણે 150 દલિત પરિવારને ગામમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા છે. જે પછી અરવલ્લી જિલ્લાના ખંભીસર અને પ્રાંતિજના સીતવાડામાં ગ્રામજનોએ વરઘોડો અટકાવ્યો હતો. જ્યારે મોડાસાના ખભીંસર ગામે જયેશ રાઠોડ નામના વરરાજાનો વરઘોડો કાઢવા મુદ્દે ગ્રામજનોએ પથ્થરમારો કર્યા બાદ પોલીસ કાફલો ખડકવો પડ્યો હતો. તેમજ વરરાજાએ વરઘોડો કાઢ્યા વિના જ લગ્ન કરવાની ફરજ પડી હતી.
શું ખરેખર રાજ્યમાં દલિતો પર વધી રહેલાં અત્યાચારને મામલે સરકાર કોઇ પણ કાયદાકીય પગલાં ભરવા માટે સક્ષમ નથી? જે ગુજરાત રાજ્ય તેની એકતાં, અખંડિતતા અને શાંતિ માટે જાણીતું હતું તેમાં આ પ્રમાણે પ્રજામાં શા માટે વર્ગ વિગ્રહ જોવા મળે છે ?
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.