શિશુ કુપોષણ અંગે સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોની રિપોર્ટ જાહેર કરાઈ છે. શિશુ કુપોષણ સારવાર કેન્દ્ર દ્વારા બહાર પાડેલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કુપોષણના કારણે વધુમાં વધુ બાળકોને સારવાર કેન્દ્રમાં ભરતી કરવામાં આવી રહ્યા છે.
નવજાત થી લઇ 5 વર્ષના બાળકોના ઓછા વજન મામલે ગુજરાત 5 નંબર પર છે. જયારે 15થી 49 વર્ષની મહિલાઓના ઓછા વજન મામલે ગુજરાત ચોથા નંબરે છે. અમદાવદમાં 31% બાળકો ઓછું વજન ધરાવે છે.
કુપોષણનું કારણ

ખાસ કરીને રાજ્યના ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ ઓછું વજનના કેસ વધુ નોંધાયા છે. અને બાળકો અને માતાઓમાં કુપોષણ માટે મુખ્ય કારણ છે. ઓછા ભણતરના કારણે તેમને સમજણ હોતી નથી તેમજ તેઓ ફેમિલી પ્લાનિંગ કરતા નથી. સાથે જ નાની ઉંમરે લગ્નના કારણે બાળક કુપોષિત જન્મ લે છે. અને અમુક લોકો ગરીબીના કારણે બાળકને સારું ખાવાનું ખવડાવી સકતા નથી, અને હાલના સમયમાં બાળકો સ્વસ્થ ખોરાક ને બદલે જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે. જેમાંથી બાળકોને પોષણ મળતું નથી.
