ગુજરાતની જીવાદોરી નર્મદાએ કેવડિયા કોલોનીના સરદાર સરોવર ડેમેએ સૌ પ્રથમ વખત ક્રેસ્ટ લેવલ પાર કરીને 121.92 મીટરની સપાટી વટાવી દીધી છે. નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના અનુસાર સવારે આઠ વાગ્યે નર્મદા ડેમની સપાટી 121.98 મીટર હતી.

નર્મદા ડેમના કેનાલ હેડપાવર હાઉસમા 50 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત હતા અને તા. 24 જુલાઈ, 2019 ના 12 થી 24 કલાક દરમિયાન 2367 મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન કરાયું હતું.
આ પણ વાંચો : 26 જુલાઈ: ભારતમાં ‘વિજય દિવસ’ અને પાકિસ્તાનના ‘ડર્ટી ફોર’ ને ક્યારે પણ માફ ન કરવાનો દિવસ
કેવડિયા કોલોનીના નર્મદા ડેમ ફ્લડ કન્ટ્રોલના અનુસાર 24 જુલાઈના સવારે 8 વાગ્યાથી 25 જુલાઈના સવારે 8 વાગ્યા સુધીમા નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમના પાણીના જથ્થમાં 15,362 ક્યુસેકનો વધારો નોંધવામાં આવ્યો હતો. જયારે મુખ્ય કેનાલમાંથી 13,690 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.