ગુજરાતમાં અત્યાર સુધીની વરસાદની રાહ જોયા બાદ આખરે તેના રંગમાં જોવા મળી રહ્યો છે. હાલમાં મોસમમાં સરેરાશ 28 ટકા વરસાદ નોંધાયો છે. જો કે છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે. હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે.

રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વર્ષનો સારો વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારમાં તથા અમદાવાદમાં લોકો હજી વરસાદની રાહ જોઇને બેઠા છે. વરસાદ ખેંચાવવાને કારણે ખેડૂતો ચિંતીત બન્યાં છે. થોડા વિરામ બાદ સુરત જિલ્લામાં કડાકા ભડાકાં સાથે વરસાદ પડ્યો હતો. ઓલપાડ, માંડવી, માંગરોળ, કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ શરૂ થતાં ઓલપાડના ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ હતી

રાજ્યમાં આ વર્ષનો સૌથી સારો વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં 180 મિમિ, સોનગઢમાં 101 મિમિ, ચીખલીમાં 100 મિમિ, આહવામાં 91 મિમિ વરસાદ નોંધાયો છે. અને દક્ષિણ ગુજરાતના 31 તાલુકામાં સામાન્યથી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ચાર થી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. સુરતમાં ભારે પવનના કારણે વૃક્ષ પડતાં એક મહિલાનું મોત નીપજ્યું. જ્યારે નવસારી, વાંસદા અને જલાલપોર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણ ભરાય ગયા છે. જેથી જન જીવન પણ પ્રભાવિત થઇ રહ્યું છે. જ્યારે વિજલપોર સહિત કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
