રાજ્યના ચાર મહાનગરોમાં કરફ્યુને લઇને મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગાંધીનગરમાં કેબિનેટની મળેલી બેઠકમાં રાત્રિ કરફ્યૂનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે.
જો કે હાલમાં આ નિર્ણય 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ ના અમલ નો સમય રાત્રિના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.
મુખ્યમંત્રી એ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP