આજે તા.1લી મે વિશ્વ મજૂર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વસતાં પરપ્રાંતિય કારીગરોએ પોતાની ઓળખ માટે વલખા મારવાની નોબત ઉભી થઈ છે. 7 લાખ ઓરિસ્સાવાસી કારીગરોના ઓળખ કાર્ડ હજુ સુધી નહીં બનતાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળવો તેમના માટે મુશ્કેલ બન્યો છે.
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રિના વિવિધ સેક્ટર વીવીંગ, પ્રોસેસિંગ, નીટિંગ, ગાર્મેન્ટીંગ સહિતના ટીક્કી અને લેસ ચોંટડવાનો ગૃહ ઉદ્યોગ મોટા પાયે સુરતમાં કાર્યરત છે. આ તમામ સેક્ટર સાથે 12 લાખથી વધુ કારીગરો સંકળાયેલા છે. જીએસટી પછી ફક્ત ઉદ્યોગકારો જ નહીં પરંતુ કારીગરોની પણ હેરાનગતિ વધી છે. પૂરતા પ્રમાણમાં કામ નહીં મળતા વતન હિજરત કરવાની પણ નોબત આવી છે. હાલ વીવીંગ-પ્રોસેસિંગ એકમોમાં 40 ટકા કારીગરોની અછત અને 50 ટકા કાપડ પ્રોડક્શનમાં લોસ સર્જાયો છે. ત્યારે હજુ પણ સુરતમાં રહીને ટેક્સટાઇલ પર નભતાં 7 લાખ જેટલા કારીગરોની હાલતમાં હજુ પણ કોઈ ખાસ સુધારો થયો નથી.
આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં અક્ષય કુમારે મતદાન કર્યું કે નહીં ?, પહેલી વખત અક્ષયની ‘નોન પોલિટિકલ’ પ્રતિક્રિયા
છ મહિના અગાઉ સુરત આવેલા ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે ફોગવા(ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન)ના આગેવાનોએ મુલાકાત કરી હતી. ત્યારે ઓરિસ્સાના ગંજામથી મોટા પ્રમાણમાં કારીગરો સુરતના વીવીંગ-પ્રોસેસિંગ પર નભે છે પરંતુ પૂરતા પ્રમાણમાં કામ નહીં મળવાના કારણે તેઓ વતન પરત ફરી રહ્યા છે, તેવી જાણ તેમને કરી હતી.
આ મુદ્દે નવીન પટનાયક સાથે આવેલી ટીમે ઓરિસ્સા સમાજના આગેવાનો તથા કારીગર યુનિયન સાથે મીટીંગ કરી હતી. તેમાં 7 લાખથી વધુ કારીગરોના ઓળખના પુરાવા જ નહીં હોવાના કારણે તેમને ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રના કારીગરોને મળતા લાભની સાથે સરકારી યોજનાઓનો પણ લાભ નહીં મળતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે નવીન પટનાયકે ગુજરાત મુખ્યમંત્રી રૂપાણી સાથે મીટીંગ યોજી તેમના ઓળખના પુરાવા તૈયાર કરાવવાની માંગ કરી હતી. આ સાથે ઉદ્યોગકારોને પણ કારીગરોના ઓળખના પુરાવા તૈયાર કરવા સૂચન કર્યું હતું. તેમ છતાં આજદિન સુધી એકે ય કારીગરોના ઓળખના પુરાવા તૈયાર થઈ શક્યા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.