વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો આપતી અનેક સંસ્થાઓને સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવા તારીખ ૧૨/૦૪/૨૦૨૨ ના રોજ દીલ્હી ખાતે યોજાયેલ ૮૧મો સ્કોચ સમીટ મા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સુરત ખાતેના ઔધોગિક એકમો માટે બોર્ડ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ એમીશન ટ્રેડીંગ સ્કીમ માટે પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ છેલ્લા ૨૦ વર્ષથી દેશમાં સૌથી વિશ્વસનીય રીતે અપાતા એવોર્ડ છે અને તેને પર્યાવરણ આરોગ્ય, શિક્ષણ સામાજીક ઉત્થાન, ઉર્જા, વિગેરે ક્ષેત્રોમાં અસાધારણ પથારો માટે તૃતીય-પક્ષ દ્વારા મૂલ્યોકનના આધારે આપવામાં આવતા ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક ગણવામાં આવે છે.
વર્ષ ૨૦૧૨માં ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ એન્વાયરોમેન્ટ એન્ડ ફોરેસ્ટ (MOEF) દ્વારા આ એમીશન ટ્રેડીગ સ્કીમ (ETS)ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દેશના ૩ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અમલ કરવાનું ૩ નકકી કરવામાં આવેલ હતું, જેમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરની પસંદગી કરવામાં આવી હતી, સુરત દ્વારા વર્ષ ૨૦૧૨ થી પ્રયાસો હાથ ધરી વર્ષ ૨૦૧૯મી તા.૧૬-૦૯-૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યનું ઐતિહાસિક સ્થળ “સ્ટેચ્યુ ઓફ યુનિટિ” ખાતેથી આ ઐતિહાસિક એમીશન ટ્રેડીંગ સ્કીમ (ETS) ધ્રાના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ભેટ રૂપે લોન્ચ કરી હતી, આ સ્કીમની સફળતા પાછળ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્રકુમાર પી. વખારીયા તથા પાંડેસરા ઇન્ડ. એસોસીએશનના પ્રમુખ કમલવિજય આર. તુલસ્યાન અને તેમની ટીમ તથા ઔધોગિક એકમોનો સિંહ ફાળો છે સુરતના ઉદ્યોગો દ્વારા આ સ્કીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવી રહ્યો છે. હવા પ્રદૂષણ નિયંત્રણ માટેની આ સ્કીમને ડkoch Gold એવોર્ડ થી બિરદાવવામાં આવતા સુરતના ઉદ્યોગો હર્ષની લાગણી અનભુવે છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડે જણાવ્યું હતું કે એમીશન ટ્રેડીંગ સ્કીમ એ હવા પ્રદૂષણ નિયંત્રણની દિશામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની એક નવતર પહેલ છે જે અન્ય રાજ્યો તથા દેશો માટે પ્રેરણારૂપ સાબિત થશે. બારડે વધુમાં જણાવેલ કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એમીશન ટ્રેડીંગ સ્કીમનું સુરત ખાતે સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવેલ છે અને તેના ઉત્સાહજનક પરિણામોને ધ્યાને લેતા હવે એમીશન ટ્રેડીંગ સ્કીમનું અમદાવાદ ખાતે અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. બોર્ડના સભ્ય સચિવ એ. વી શાહે જણાવ્યું હતું કે એમીશન ટ્રેડીંગ સ્કીમ બોર્ડનો એક સીમાચિહ્ન રૂપ પ્રોજેક્ટ છે જેનાથી હવા પ્રદૂષણમાં ઘટાડાના કારણે નાગરિકોનું આરોગ્યનું રક્ષણ થાય છે, કન્ટીન્યુઅસ એમીશન મોનીટરીગ સીસ્ટમ (CUMS) દ્વારા પાર્ટીક્યુલેટ મેટર ઉત્સર્જનના દર મીનીટે મળતા ચોક્કસ અને સચોટ રીડીંગ્સ ના કારણે પ્રદૂષણ કરતાં એકમોનું સતત મોનીટરીગ કરી શકાય છે તેમજ પાર્ટીકયુલેટ મેટરનું ઓછું ઉત્સર્જન કરનાર એકમોને પરમીટ વેચવાથી નાણાંકીય ફાયદો પણ થાય છે આમ એમીશન ટ્રેડીંગ સ્કીમ નાગરિકો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ ઓછું પ્રદૂષણ કરતો ઉદ્યોગો એમ તમામ માટે win-win-win પરિસ્થિતિ પ્રદાન કરે છે.
સુરત ખાતે કાર્યરત એમીશન ટ્રેડીંગ સ્કીમ એ દેશની સર્વ પ્રથમ એમીશન ટ્રેડીંગ સ્કીમ છે અને પાર્ટીક્યુલેટ મેટરના પ્રદૂષણ માટે વિશ્વની સર્વ પ્રથમ એમીશન ટ્રેડીંગ સ્કીમ છે જેનું વિશ્વની નામાંકિત યુનીવર્સીટી ઓફ શીકાગો અને ચેલ યુનીવર્સીટીના સંશોધકો તેમજ જેપાલસાઉથ એશીયા તથા ડ61% અને પાંડેસરા એસોસીએશનના સહયોગથી તા. ૧૬-૦૯-૨૦૧૭ થી સુરત ખાતે ૩૪ર ઔદ્યોગિક એકમોમાં એમીશન ટ્રેડીંગ સ્કીમનું અમલીકરણ કરવામાં આવેલ છે. એમીશન ટ્રેડીંગ સ્કીમના અમલીકરણની એમીશન ટ્રેડીંગમાં ભાગ લેના ઔદ્યોગિક એકમો દ્વારા થતા પાર્ટીક્યુલેટ મેટરના કુલ ઉત્સર્જનમાં ૧૮૬ નો ઘટાડો નોંધાયેલ છે. સુરત ખાતે ઉત્સાહજનક પરિણામીને ધ્યાને લેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવે અમદાવાદ ખાતે પણ એમોશન ટ્રેડીંગ સ્કીમનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. એમીશન રેડીંગ સ્કીમ માટે અમદાવાદ અને આસપાસમાં આવેલ આશરે ૨૦૦ ઔદ્યોગિક એકમોની પસંદગી કરી દેવામાં આવેલ છે અને હાલમાં ઔદ્યોગિક એકમોની ચીમનીઓ પર કન્ટીન્યુઅસ એમીશન મોનીટરીંગ સીસ્ટમ (CEMS) પ્રસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ ખાતે એમીશન ટ્રેડીંગ સ્કીમ ના અમલીકરણથી આ સ્કીમ માટે પસંદ કરવામાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા થતા પાર્ટીક્યુલેટ મેટરના કુલ ઉત્સર્જનમાં ઘટાડો થશે અને અમદાવાદ શહેરની વ્યાપક હવાની ગુણવત્તા સુધરશે.
સાઉથ ગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેસર્સ એસોસીએશના પ્રમુખ જીતેન્દ્રકુમાર વખારીયા અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ કમલવિજય તુલસ્યાન દ્રારા જણાવેલ કે આ પ્રોજેકટના અમલીકરણ કરવા માટે ઘણા વર્ષો સુધી તપ કરવામાં આવેલ હતું અને આ પ્રોજેકટની સફળતા સાથે જોડાયેલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જે-પાલ તથા તમામ ઔધોગિક એકમોને આ સ્કોચ ગોલ્ડ એવોર્ડ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.