રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસની સ્થિતિ મુશ્કેલ બની રહી છે. કોંગ્રેસની હાર હવે લગભગ નિશ્ચિત બની ચૂકી છે. કેમ કે પાંચ કોંગી ધારાસભ્યોના રાજીનામાથી વિધાનસભાનુ કુલ સંખ્યાબળ 175 થયું છે.
શું છે ભાજપ અને કોંગ્રેસનું ગણિત ?
આ સ્થિતિમાં તેને પાંચ વડે ભાગતા 35 થાય. એમાં એક ઉમેરતાં 36 થાય છે. એટલે કે રાજયસભાની બે બેઠક જીતવી હોય તો ઓછામાં ઓછા 72 મત જોઇએ. જેની સામે કોંગ્રેસની હાલ કંગાળ સ્થિતિ છે.
આ પણ વાંચો : એક તરફ કોરોનાનો ભય, તો બીજી તરફ સ્વાઇન ફ્લૂ
કોંગ્રેસના 73 ધારાસભ્યોમાંથી પાંચના રાજીનામાંથી તેનું સંખ્યાબળ હવે 68 પર પહોંચ્યું છે. અપક્ષ ઉમેદવાર મેવાણીનો ટેકો મળે તો પણ બે ઉમેદવારની જીત માટે જોઇતો 72 મત સુધી પહોંચવામાં તકલીફ થવાની છે. આમ હાલની રાજકીય સ્થિતીમાં કોંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ અને ભરતસિંહમાંથી એક ઉમેદવારની હાર નિશ્ચિત બની છે.
બીજી તરફ ભાજપના 3 ઉમેદવારમાંથી બેની જીત નિશ્ચિત છે. પણ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન પણ સેકન્ડ પ્રેફરન્સથી જીત હવે નક્કી મનાય છે. કેમ કે ભાજપ પાસે 103 ધારાસભ્યોનુ સંખ્યાબળ છે. આ ઉપરાંત બીટીપીના બે સભ્યોનો ટેકો તો એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળવો નક્કી છે.
