આપણે હાલમાં 21મી સદીમાં છે જ્યાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોના સાથે તમામ કામો કરી રહી છે. પણ કંઈક બાબતો જોઈએ તો હજુ પણ સમાજમા મહિલાઓને યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું નથી. સમાજ દ્વારા મહિલાઓને દબાવવામાં માટે નવા નિયમો બનાવવવામાં આવે છે. એવો જ કંઈક નવો નિયમ ગુજરાતના બનાસકાંઠાના જિલ્લાના દાંતીવાડા ગામના ઠાકોર સમાજે લીધો છે.
ઠાકોર સમાજે થોડાં દિવસ પહેલાં ગામની બેઠક આ નિર્ણય લીધો કે, અવિવાહિત છોકરીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહિ. આ સમાજના નવા નિયમ પ્રમાણે, અવિવાહિત છોકરીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો નહિ અને આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું કે જો આ નિયમને જે છોકરી તોડશે તેમને કડક સજા સંભાળવવામાં આવશે. સજાના સિવાય છોકરીના પિતાને રૂ.1.50 દંડના સ્વરૂપે આપવા પડશે.
ઠાકોર સમાજના જિલ્લા પંચાયત સભ્ય, જયંતિભાઈ ઠાકોરે કહ્યું કે, અમે અત્યારે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધનું અને સજાનો વિચાર કર્યો છે. દસ દિવસોમાં અમે સંપૂર્ણ રીતે નિર્ણય લઇ લઈશું કે અવિવાહિત છોકરીઓને મોબાઈલ ફોન નહિ આપવો જોઈએ. આના સિવાય જો કોઈપણ છોકરી પોતાના પરિવારની ઈચ્છા વગર લગ્ન કરશે તો એને અપરાધ માનવામાં આવશે.
જણાવી દઈએ જો આ નિયમ લાગુ થાય તો આનો અમલ બનાસકાંઠાના દાંતીવાડા ગામની સાથે જ કોટજા, ગગુડા, ઓડવા,હરિયાવાડા,મરપુરીયા, શેરગઢ, તેલપુરા, રતનપૂર, દનારી અને વેલાવાસ જેવા ગામોમા થશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.