એક તરફ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વાતાવરણનો પલટો જોવા મળી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં થંડર સ્ટ્રોમની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના રાજકોટ-અમરેલી, કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી છે. ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઈ શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
જો આજની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આગામી 3 દિવસ શહેરમાં પણ તાપમાંથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે 6 જૂનના કેરળમાં મેઘરાજાનું આગમન થશે. કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ ઉતર તરફ ચોમાસુ આગળ વધશે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.